તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલાલામાં કેબલ નેટવર્કનાં કંટ્રોલ રૂમ પર દરોડો : ૧ લાખની કરચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તંત્ર સતર્ક : ત્રણ વર્ષથી અનઅધિકૃત રીતે ચાલતુ હતું
- ગેરકાયદેસર રીતે ડીશ કેબલ નેટવર્ક ચાલતુ’તું


ગીર-સોમનાથ જિલ્લા કલેકટરની સુચનાથી ગતરાત્રીનાં તાલાલા ખાતે ત્રણેક વર્ષથી અનઅધિકૃત રીતે ચાલતા ડીસ કેબલ નેટવર્કના કંટ્રોલરૂમ પર દરોડો પાડી એક લાખની કર ચોરી પકડી પાડી સંચાલક સીંધી શખ્સ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જો કે, સ્થાનિક તંત્રએ કેમ પગલા ન લીધા તે પણ પ્રશ્ન ઉઠયો છે.દરોડાની કાર્યવાહી હાથ ધરનાર ચીફ સપ્લાય ઇન્સપેકટર જહાંગીર બ્લોચે માહિ‌તી આપતા જણાવેલ કે, તાલાલા શહેરનાં સાર્વજનિક ગરબી ચોક વિસ્તારમાં એક દુકાનમાં છેલ્લા ત્રણેક વર્ષથી કોપઇણ જાતનું રજીસ્ટ્રેશન કરાવ્યા વિના અનઅધિકૃત રીતે ડીસ કેબલ નેટવર્કનો કંટ્રોલરૂમ ચાલી રહેલ હતો.

જેની બાતમી જિલ્લા કલેકટર સી.પી. પટેલને મળતા તેમની સીધી સુચનાથી ગતરાત્રીના બારેક વાગ્યાના સમયે ઓચિંતો દરોડો પાડતા ડીસ કેબલનો અનઅધિકૃત કંટ્રોલરૂમ મળી આવેલ હતો અને આ કંટ્રોલરૂમનો સંચાલક લીલાધર ચીમનલાલ હરવાણી છેલ્લા ત્રણેક વર્ષથી ગેરકાયદે કંટ્રોલરૂમ ચલાવી તાલાલા શહેર તથા તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં કેબલ નેટવર્કનો વેપલો ચલાવી રહેલ ત્યારે જે સ્થળે અનઅઘિકૃત રીતે કંટ્રોલરૂમ ચાલી રહેલ તે સ્થળે વીજ કનેકશન અને જુદી-જુદી ચેનલોનું કનેકશન કોના દ્વારા આપવામાં આવેલ તે મુદ્દે પણ તપાસ હાથ ધરાયેલ છે.

હાલ તો મનોરંજન કરની ચોરી કરતો હોય જેથી રૂા.એક લાખની કરચોરી પકડી તેની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ગીર-સોમનાથ જિલ્લામાં મોટાપાયે અનેક સ્થળોએ મનોરંજન કરની ચોરીની ફરિયાદ જિલ્લા સમાહર્તાને મળતા જિલ્લામાં પ્રથમ કરચોરીનો કેસ નોંધી નોંધપાત્ર કામગીરી હાથ ધરેલ છે અને આગામી દિવસોમાં મનોરંજન કરની ચોરી કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો