જૂનાગઢમાં કેટલીક નોટો પર કોંગ્રેસનાં કૌભાંડોનો પ્રચાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચલણી નોટો પર કૌભાંડો લખી કોઇએ કોંગ્રેસ પર તાકર્યું નિશાન
- ચૂંટણી પૂર્ણ થઇ ગઇ હોવા છતાં આવી નોટો ફરી રહી છે


બજારમાં સૌથી વધારે કોઇ ફરતું હોય તો એ છે રૂપિયો. રૂપિયાની નોટોને માધ્યમ બનાવી કોઇએ કોંગ્રેસ પર નિશાન તાકર્યું છે. જૂનાગઢ શહેરમાં કેન્દ્ર સરકારનાં કૌભાંડોનો પ્રચાર આવી નોટો પર થઇ રહ્યો છે. જોકે ચૂંટણી પૂરી થઇ ગઇ હોવા છતાં શહેરમાં આ પ્રકારની નોટો ફરતાં ચર્ચા જાગી છે.

તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે. ચૂંટણી દરમીયાન રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જોવા મળ્યા હતા. રાજકીય પક્ષોએ સામ સામા પક્ષે કૌભાંડ થયા હોવાનાં આક્ષેપ કર્યા હતા. કૌભાંડો વધુ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કર્યા હતા. હાલ તો વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગયાને એક માસ જેવો સમય વિતી ગયો છે. હારેલા અને જીતેલા ઉમેદવારો કામે લાગી ગયા છે.

રાજકીય પક્ષોએ જાહેર સભામાં તો કૌભાંડોનો પ્રચાર કર્યો હતો. પરંતુ આવા કૌભાંડો લોકો સુધી પહોંચાડવા નવતર પ્રયોગો પણ શોધી કાઢયા હતા. જૂનાગઢ શહેરમાં ૧૦ રૂપિયાની નોટ પર કેન્દ્ર સરકારનાં કોમનવેલ્થ, ૨જી કૌભાંડ, કોલસા કૌભાંડનું લખાણ કરવામાં આવ્યું છે. અને આ પ્રકારની નોટો શહેરમાં ફરી રહી છે. એટલું જ નહી આ નોટો પર કોંગ્રેસ વિરોધી સુત્રો પણ લખવામાં આવ્યા છે. કોંગ્રેસ વિરોધી પ્રચારમાં આ પ્રકારનો પ્રયોગ કરાયો હોવાના બનાવથી શહેરમાં ચર્ચા જાગી છે.