તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં જગન્નાથજીની રથયાત્રાને લઇ સમિતી દ્વારા તડામાર તૈયારીઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહોત્સવ સમિતિનાં નેજા હેઠળ અષાઢી બીજનાં દિવસે ઉત્સાહભેર રથયાત્રા નિકળશે

જૂનાગઢ શહેરમાં જગન્નાથજીની રથયાત્રાને માટે મહોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ભગવાનનાં વાઘા, ઘરેણા, રથને શણગાર, રૂટ સુશોભન સહિ‌તની કામગીરી કરવામાં આવી રહી છે.

અષાઢી પર્વ નિમિતે અમદાવાદ સહિ‌ત દેશભરમાં ઉત્સાહભેર જગન્નાથજીની રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં આવેલા જગન્નાથજીનાં મંદિર ખાતેથી પણ વર્ષોથી પરંપરા મુજબ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં બિરાજમાન જગન્નાથજી ભગવાનની મૂર્તિ‌ઓ અસ્સલ પ્રતિકૃતિ અને કાસ્ટમાંથી નિર્માણ થયેલી અતિ પ્રાચિન છે. આ મૂર્તિ‌ઓનાં દર્શન જગન્નાથજી મંદિરનાં સન્મુખ દર્શન જેટલું જ પૂણ્યશાળી મનાય છે.

આ વર્ષે આગામી તા.૧૦ ને અષાઢી બીજનાં દિવસે ઉત્સાહભેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળશે. જેમાં જગન્નાથજીની, બલભદ્ર, શુભદ્રાજીને સુંદર વાઘા અને ઘરેણા અર્પણ કરી રથયાત્રા કાઢવામાં આવશે અને સાધુ - સંતો સહિ‌તનાં અગ્રણીઓ વિધીથી રથનો પ્રારંભ કરાવશે. આ રથયાત્રાની તૈયારીઓ જગન્નાથજી મહોત્સવ સમિતિનાં પ્રમુખ અંબાજી મહંત મોટાપીર બાવા તનસુખગીરી બાપુનાં નેજા હેઠળ કાર્યકરો દ્વારા રથ શણગાર, પ્રસાદ, શહેર સુશોભન સહિ‌તનાં આયોજનોને સફળ બનાવવા કાર્યકરો તથા ભકતજનો જહેમત
ઉઠાવી રહયાં છે.