• Gujarati News
  • Prabhasatirthe 3 Km Pothiyatra, 1 Million More Joining

પ્રભાસતીર્થે 3 કીમીની પોથીયાત્રા, 1 લાખથી વધુ જોડાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ : પ્રભાસતીર્થના ભાલકામાં આવેલ શ્રીકૃષ્ણ મંદિરના વિશાળ પટાંગણમાં સમસ્ત આહીર સમાજ અાયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો આજથી શુભઆરંભ થયેલ હતો. આ પ્રસંગે ભાલપરાના ઠાકોર મંદિરેથી ગજરાજની અંબાડી પર નિકળેલી પોથીયાત્રામાં એકાદ લાખ જેટલા ભાવિકો જોડાયા હતાં. ત્રણ કીમી લાંબી પોથીયાત્રા પર હેલીકોપ્ટર દ્વારા સતત પુષ્પવર્ષા કરાઇ હતી.
- આહીર સમાજ આયોજીત ભાગવત સપ્તાહનો થયો પ્રારંભ
- પાંચ મુખ્ય પોથી સહિત 151 પોથીની કરવામાં આવી પુજા- અર્ચના
શણગારેલા ઉંટ, ઘોડા, અને રથ ઉપરાંત સંગીતના સુર-તાલે ભાવિકો કૃષ્ણમય બન્યા હતા. ભાગવત સપ્તાહની મુખ્ય પાંચ પોથી ઉપરાંત 151 પોથીઓ આહીર સમાજની દિકરીઓએ માથે લઇ જોડાઇ હતી. સમાજના ભાઇઓ પરંપરગત પહેરવેશમાં જોડાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
વ્યાસપીઠેથી ડો.મહાપ્રસાદ શાસ્ત્રીએ અહીં આહીરોની અરજી અને મુરલીધરની મરજીનો સુભગ સમન્નવય સર્જાયો છે. આ તો મોક્ષની ભુમિ છે એમ શ્રોતાઓને જણાવ્યું હતું. વાસણભાઇ આહીર, જશુભાઇ બારડ, રાજશીભાઇ જોટવા, ભગવાનભાઇ બારડ, હીરાભાઇ જોટવા, વેજાણંદભાઇ વાળા, ડો.રામભાઇ સોલંકી, હમીરભાઇ બારડ, અમુભાઇ સોલંકી સહિતનાં ગુજરાતભરમાંથી આહીર સમાજના અગ્રણીઓ જોડાયા હતાં.
જશુભાઇ, વાસણભાઇએ તાલી રાસ લીધો
પોથીયાત્રા જયારે કથા સ્થળે પહોંચી તે સમયે જશુભાઇ બારડે વાસણભાઇ આહીર સાથે તાલી - રાસ લેતા અાગેવાનો અને યુવાનો પણ હોશભેર જોડાયા હતાં.
ઠંડક માટે પાણીનો છંટકાવ
સમીયાણામાં ગરમીથી બચવા પંખા, કુલર ઉપરાંત ફોગર મારફતે ઠંડા પાણીનો છંટકાવ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.