તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાડીમાંથી દારૂ ઉતરતો હતો અને પોલીસ ત્રાટકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૧ હજારનો વિદેશી દારૂ કબ્જે
- જવાહર રોડ પર દારૂ ઉતરતો હતો ને પોલીસ પહોંચી ગઇ


જૂનાગઢનાં જવાહર રોડ પર વિદેશી દારૂ ઉતરતો હોવાની બાતમી એ ડીવીઝન પોલીસને મળતી હતી. બાતમીનાં આધારે એએસઆઇ એલ.બી. ડાભી, દિનેશભાઇ , રાજૂભાઇ, રોહિ‌તભાઇ ધાધલ સહિ‌તનાં પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. દારૂ ઉતરવાની શરૂ આત થતા પોલીસની ટીમ ત્રાટકી હતી.

દારૂ ઉતારતા યોગેશ ગગજી બ્રહ્મણને ઝડપી લીધો હતો. તેમજ તેમના કબ્જાનો વિદેશી દારૂ બોટલ નંગ ૬૪ કિંમત રૂપિયા ૧૧,૭૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તેમની વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુખ્ય સુત્રધારને ઝડપી લેવા ચક્રગતીમાન કર્યા છે.