• Gujarati News
  • Police Protest Against Group Clash In Somnath Latest News

સોમનાથમાં લુખ્ખાગીરી સાંખી નહીં લેવાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મુક્ત ચર્ચા: કોમી તોફાનની ઘટનાને પગલે શાંતિ સમિતીની બેઠક મળી
- આગેવાનોએ તંત્રની પણ બેદરકારી દર્શાવી
- સોમનાથધામમાં લુખ્ખા ગીરી કોઈ ભોગે નહીં

વેરાવળ: પ્રભાસપાટણ (સોમનાથ) ખાતે ગઇકાલે બનેલ કોમી તોફાનની ઘટનાના પગલે આજે સાંજે જિલ્લા કલેકટર અને પોલીસવડાની અધ્યક્ષતામાં પ્રભાસપાટણનાં તમામ જ્ઞાતિના આગેવાનો અને વેપારીઓની સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી. જેમાં અખબાર દ્વારા પેશકદમી અને ટ્રાફિકની સમસ્યાનો મુદ્દો કારણભૂત હોવાના લોકસુરને વાચા અપાયેલ જેનો આજની શાંતિ સમિતિની બેઠકમાં સમર્થન સાથે વહીવટી અને પોલીસતંત્રએ સ્વીકાર કર્યો હતો.

આજે સાંજે જિલ્લા સેવા સદનના સભાખંડમાં ગીર-સોમનાથ જિલ્લા કલેકટર સી.પી.પટેલ, પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલાના અધ્યક્ષ સ્થાને પ્રભાસપાટણમાં બનેલ કોમી તોફાનની ઘટનાના સંદર્ભે તમામ સમાજના આગેવાનો અને વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. જેમાં તંત્ર દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને વિશ્વ વિખ્યાત યાત્રાધામ સોમનાથ મંદિરે આવતા દેશ-વિદેશના યાત્રિકોમાં આવા બનાવથી ખરાબ છાપ ઉભી થતી હોય જેથી શહેરમાં આવારા અને લુખ્ખાગીરી કરતા તત્વોને કોઇપણ ભોગે બક્ષવામાં નહી આવે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને જાળવવામાં તમામ લોકોને નૈતિક ફરજ સમજી સહકાર આપવા અનુરોધ કરેલ હતો.

આ બેઠકમાં કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયાએ રજૂઆત કરતા જણાવેલ કે, પ્રભાસપાટણ શીવ પોલીસ ચોકીથી વડલી ચોક સુધીના રસ્તા પર સરકારી જમીનો પર ગેરકાયદેસર પેશકદમીઓ થયેલ છે જેથી ટ્રાફિકની સમસ્યા પણ ભયંકર રહે છે અને આવા બનાવો બને છે ત્યારે મુખ્ય બજારના આ રસ્તા પરના તમામ ગેરકાયદે દબાણોને દુર કરવા જોઇએ ઉપરાંત ગામની મધ્યે જુનુ પોલીસ સ્ટેશન ખસેડી ગામની બહાર કાર્યરત કરવામાં આવેલ છે જેથી અતિ ભીડભાડવાળા વિસ્તારમાં લુખ્ખા તત્વોને મોકળુ મેદાન મળે છે જેની વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નક્કર અમલવારી થયેલ નથી જેથી આ બનાવની ગંભીરતા બાદ જુના પોલીસ સ્ટેશન જગ્યાએ પોલીસ થાણું કાર્યરત કરવા અને શિવ પોલીસ ચોકીમાં કાયમી ધોરણે પોલીસ સ્ટાફ મુકવા જણાવ્યું હતું.

નગરસેવક કાનાભાઇ બામણીયાએ ગઇકાલની ઘટનાને પુર્વઆયોજીત કાવતરૂં ગણાવી અમુક આવારા તત્વો દ્વારા પ્રભાસપાટણ ઝાપા શિવ પોલીસ ચોકી સામે રીક્ષાઓમાં બેસી યુવતીઓની પજવણી કરવામાં આવે છે. આ તકે પુર્વધારાસભ્ય ભગવાનભાઇ બારડે આવારા તત્વોને સમાજના આગેવાનોએ તંત્ર સમક્ષ ખુલ્લા પાડવા જોઇએ તેમ જણાવેલ હતું.