દિનુ સોલંકી અંગે હાઇકોર્ટમાં થયેલી પીઆઈએલની, સુનાવણી આગામી પખવાડિયામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાંસદ દિનુ સોલંકી સામે ફરિયાદની તપાસમાં પોલીસની કામગીરી સામે
-
સ્થાનિક અરજદારે સાંસદ સામે ૧૦ જેટલી ફરિયાદોનો ઉલ્લેખ કરી પીઆઇએલ કરી છે: આગામી ૨૧, ૨૨ નવેમ્બરે સુનાવણી દાખલ કરી છે

અમિત જેઠવા હત્યા કેસમાં સીબીઆઇનાં સકંજામાં આવતા સાંસદ દિનુ સોલંકી ચર્ચામાં આવ્યા છે ત્યારે તેની સામે અગાઉનાં વર્ષોમાં થયેલી ફરિયાદોમાં પોલીસની કામગીરી મુદ્દે હાઇકોર્ટમાં કરાયેલી પીઆઇએલની આગામી ૨૧, ૨૨ નવેમ્બરે સુનાવણી હાથ ધરનાર છે.

પ્રાપ્ત માહિ‌તી મુજબ અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત પોલીસની બંને વખતની તપાસમાં કલીનચીટ આપવામાં આવ્યા બાદ સીબીઆઇએ ૯ ઓકટો.૨૦૧૨ નાં રોજ નવી એફઆઇઆર નોંધી તપાસ ચાલુ કર્યા બાદ સાંસદ વિરૂદ્ધ પૂરાવા એકઠા કરી તાજેતરમાં પ મી નવે. ધરપકડ કરી છે ત્યારે છેલ્લા બે દાયકાનાં એક ચક્રી શાસનમાં બનેલી ઘટનાઓ અને પોલીસની કામગીરી પણ ચર્ચામાં આવી છે.

જેમાં સૌ પ્રથમ ૧૯૮૯ માં ૮ મી મેનાં રોજ દિનુ બોઘા વિરૂદ્ધ આઇપીસી કલમ ૩૦૭ મુજબ ફરિયાદ થઇ હતી. બાદમાં છેલ્લી ફરિયાદ ર૦૦પ નાં રોજ હરમડીયાનાં પાંચા જેરામ કોળીએ કરી હતી અને ૧૯૮૯ થી ર૦૦પ સુધીમાં તેની સામે ૧૦ જેટલી કાયદેસર ફરિયાદો નોંધાઇ હતી. જેની તપાસ પણ સ્થાનિક સહિ‌ત પોલીસે કરી હતી પણ આ તપાસ સામે પણ પ્રશ્નાર્થ મૂકાઇ ગયો છે.

આ તમામ હકીકતો સામે કોડીનારનાં મહેશ મકવાણાએ ગત ૧૨ મી સપ્ટે.નાં રોજ હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી છે. જેની સુનાવણી પણ આગામી ૨૧,૨૨ નવે.નાં રોજ હાથ ધરાનાર છે. સીબીઆઇ દ્વારા દિનુ સોલંકીની ધરપકડ પછી હાઇકોર્ટમાં પડેલી પીઆઇએલમાં પણ આગામી દિવસોમાં કંઇ નવા-જૂની થવાનાં એંધાણ જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય એ છે કે, આ પીઆઈએલમાં અરજદાર દ્વારા અલગ અલગ ગુનાની વિગતો અને એ ગુનાઓ સામે સ્થાનિક પોલીસે કરેલી કામગીરી પણ બતાવી છે.