તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હર હર ભોલે...જૂનાગઢના માર્ગો પર ઉમટ્યો શ્રદ્ધાળુઓનો સમન્દર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેળો જામ્યો : ૪.પ૦ લાખથી વધુ ભાવિકોની ભીડ
-
આજે રાત્રે નાગાબાવાઓનાં સરઘસ અને શાહિ‌સ્નાન સાથે થશે મેળો પૂર્ણ
-
ભાવિકોની સંખ્યા ૯ લાખને આંબી જવાની શક્યતા
-
ભરડાવાવથી વાહનોની એન્ટ્રી બંધ કરાતા સાધુ સંતોમાં કચવાટ, રજૂઆતો કરાઇ
-
શહેરનાં માર્ગો પર ચારે તરફ શ્રદ્ધાળુઓનો સમન્દર

ભવનાથ મહાદેવનાં સાન્નિધ્યે અને ગરવા ગિરનારની ગોદમાં યોજાતો મહાશિવરાત્રિનો મેળો હવે તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભવનાથમાં બમ બમ ભોલે અને હર હર મહાદેવનાં ઘોષ સંભળાઇ રહ્યા છે. તો નાગાબાવાઓ રોડની સાઇડે તેમજ અખાડાઓમાં ધૂણી ધખાવીને ચલમ ફૂંકતા નજરે ચઢે છે. જૂનાગઢની આસપાસનાં ગામો-શહેરોજ નહીં, આખા ગુજરાતમાંથી ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો છે. મેળામાં આજે સવારથી જ ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. મેળાનો માહોલ આજે ત્રીજા દિવસે બરાબરનો જામ્યો હતો. આજે દિવસ દરમ્યાન આશરે સાડા ચાર લાખથી વધુ ભાવિકો ઉમટી પડયાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. આવતીકાલે મેળો નાગાબાવાઓનાં સરઘસ અને શાહી સ્નાન સાથે પૂર્ણ થશે.

મેળામાં આ વખતે ચારજ દિવસનો મેળો હોવાથી લોકોની આવક ગઇકાલથીજ વધી ગઇ હતી. આજે ભાવિકોનો અનેકગણો પ્રવાહ સવારથીજ જૂનાગઢ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન તરફથી ભવનાથ તળેટી તરફ વહી નીકળ્યો હતો. જોકે, આ વખતે મોટાં વાહનોને ભરડાવાવથી આગળ જવા ન દેવાતા હોવાથી ગિરનાર રોડ પર ઘણું ખરું રીક્ષાઓમાં બેસીને ભાવિકો મેળામાં જતા જોવા મળ્યા હતા. ભાવિકોની ભારે ભીડ થતાં મેળામાં આવેલા ચગડોળવાળા, ફજેત ફાળકા, વિવિધ રાઇડ્સ તરફ ભારે ધસારો થયો હતો. તો આઇસ્ક્રીમ, ખાણી-પીણીનાં સ્ટોલો, કટલેરી, રમકડાંની દુકાનોમાં પણ ભારે ઘરાકી જોવા મળતી હતી. તો સવારથી મેળામાં આવતા લોકો ભવનાથ મહાદેવનાં દર્શન કરી બાદમાં નાગાબાવાઓનાં દર્શન અને મેળામાં લટાર માર્યા. આજે સવારથીજ ભવનાથ મહાદેવ મંદિરમાં અને અન્નક્ષેત્રોમાં ભાવિકોની કતારો જોવા મળતી હતી.

આગળ વાંચો મેળામાં મોરારિબાપુ-ઓસમાણ અને મન મોર છવાયા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો