ઊના નજીક તારની વાડમાં ફસાયેલો દીપડો આખરે પાંજરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હાશકારો : વનવિભાગની રેસ્ક્યુ ટીમે પહોંચી જઈ કાર્યવાહી કરી
-
લોકોનાં ટોળા દીપડાને નિહાળવા ઉમટી પડયાં

ઊના નજીક અંજાર રોડ પર એક વાડીમાં પાક રક્ષણ માટે બાંધેલ તારનાં વાડમાં એક દિપડો વહેલી સવારે ફસાઈ ગયો હતો. આ બનાવનાં પગલે વાડી માલીકે વનવિભાગને જાણ કરતા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પાંજરે પૂરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઊના નજીક અંજાર રોડ પર ભગવાનભાઇ લખમણ સોલંકીની વાડીમાં ઘઉં તથા અન્ય શાકભાજીનું વાવેતર કરેલ હોય પાકરક્ષણ માટે વાડીની ફરતે તારની વાડ બાંધી હતી. દરમિયાન આજે વહેલી સવારે શીકારના ઇરાદે આવી ચઢેલ દીપડો તારમાં ફસાઈ ગયો હતો. વાડી માલિક સવારે જતાદીપડાને ફસાયેલો અને બેબસ સ્થિતિમાં નિહાળતા જશાધાર વનવિભાગની ઓફિસે જાણ કરતા રેશ્કયુ ટીમ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

દિપડાને નિહાળવા લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતા. રેસ્કયુ ટીમે સંભાળ પૂર્વક દીપડાને તારમાંથી મુક્ત કરી પાંજરે પૂર્યો હતો. આ દિપડાની ઉંમર અંદાજે ૭થી ૯ વર્ષની અનેએનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયો હતો. ઊનાનાં ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં દિપડાના આંટાફેરા હોય વનવિભાગ દ્વારા દિપડાને સલામત સ્થળ એવા જંગલમાં ખસેડવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારમાંથી માંગણી ઉઠવા પામેલ છે.