• Gujarati News
  • Palika Member Threat To Suicide Vanthali Latest News

વંથલી પાલિકાનાં સદસ્યની આત્મવિલોપનની ચિમકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- માંગણી| એસઆઈની બેદરકારીથી થતાં આર્થિક નુકશાન મુદ્દે
- બે દિવસની ભૂખ હડતાળ શરૂ કરી

વંથલી: વંથલી પાલિકાનાં સેનેટરી ઇન્સ્પેકટર ફરજમાં બેદરકારી અને બોગસ કામદારો રાખી હાજરી પૂરી આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા હોય આ અંગે વોર્ડ નં. 2 નાં સદસ્યએ તેને સસ્પેન્ડ કરવામાં નહી આવતા આજથી બે દિવસની ભૂખ હડતાળ શરૂ કરી છે. અનેતા.19 નાં આત્મવિલોપનની ચિમકી આપતા ખળભળાટ મચી ગયો છે.
વંથલી નગરપાલિકાનાં વોર્ડ નં.2 નાં સદસ્ય સીરાજ હારૂનભાઇ વાજાએ ચિફ ઓફીસરને પત્ર પાઠવી જણાવ્યુ છે કે, સેનેટરી ઇન્સ્પેકટર પ્રશાંત એ.વીરમગામાનું હેડ કવાર્ટર વંથલી હોવું જોઇએ પરંતુ માળિયાહાટીનાથી દરરોજ અપડાઉન કરે છે અને ફરજ પર 2 થી 4 કલાક મોડા આવે છે. જેનો લાભ ઉઠાવી બોગસ કામદારો રાખી સફાઇ કામદારો જ હાજરી પૂરી લે છે.

આવા 7 થી 8 કામદારો છે. તેની પાસે પાણી પૂરવઠા શાખાનો પણ ચાર્જ હોય અહીંયા પણ 2 થી 3 બોગસ કામદારો રાખી પાલિકાની તિજોરીને મહિને મોટું આર્થિક નુકશાન પહોંચાડી રહ્યા છે. અગાઉ પણ તેની સામે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગેલ પરંતુ અધુરી માહિતી અપાયેલ. જેમાં ભૂતવાડી ખાડામાં સીસી રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરને મદદરૂપ થઇ પાલિકાને આર્થિક નુકશાન પહોંચાડ્યું હતું.

અગાઉનાં ચિફ ઓફીસર જોષીનાં સમયમાં પણ ઝઘડો કરેલ જેની પોલીસ ફરિયાદ થયેલ અને હાલમાં કોર્ટમાં કેસ ચાલુ છે. ત્યારે આ સેનેટરી ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરવાની માંગણી કરી છે. આ સેનેટરી ઇન્સ્પેકટર હાલ ફીકસ પગારમાં છે અને કાયમી થાય તો શું ન કરે ત્યારે દિવસ-10 માં યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી છતાં કોઇ નિર્ણય ન થતાં આજથી મામલતદાર કચેરી સામે ભૂખ હડતાળ શરૂ કરેલ છે.