તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક.ની નાપાક હરકત, ભારતીય સીમામાં ઘુસી ગુજરાતી માછીમારનો ભોગ લીધો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોડીનારનાં સરખડીમાં પર્વ ટાણે માતમ
- નાપાક હરકત : ભારતીય જળસીમામાં ઘૂસી પાક. મરીને અપહરણ કરવાના કરતૂતમાં હદ વટાવી... ગામનાં યુવાનનો ગોળીબારથી ભોગ લેવાતા
- ગામનાં દલિત પરિવાર પર આફત સર્જા‍ઇ : સમગ્ર પંથકમાં સાગરખેડૂઓમાં આ ઘટનાથી ભારે રોષ


ભારતીય જળસીમામાં માછીમારી કરતી પોરબંદરની બોટ પર પાક મરીનનાં અંધાધૂંધ ફાયરીંગમાં કોડીનાર પંથકનાં સરખડી ગામનાં અત્યંત ગરીબ અને દલિત પરિવારનો ૩૦ વર્ષીય માછીમાર યુવાનનું મોત થયાના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટયુ હોય તેવી સ્થિતી સર્જા‍ઇ છે. જ્યારે પાકિસ્તાનની આ નાપાક હરકતમાં માછીમારનો ભોગ લેવાતા સ્થાનિક સહિ‌ત માછીમારોમાં ભારે રોષ પ્રસર્યો છે.

કોડીનારનાં અહેવાલ મુજબ સરખડી ગામનો નારણ અરજણ સોસા (ઉ.વ.૩૦)નો આ અંધાધૂંધ ફાયરીંગમાં ભોગ લેવાતા સમગ્ર કોડીનાર પંથકમાં શોક સાથે રોષ પ્રસર્યો છે. ગામનાં દલિત પરિવારનો ૩૦ વર્ષીય આ યુવાનને અગાઉ ગત વર્ષે પણ પાકમરીને પકડયો હતો અને ગત ૧૬ ઓગષ્ટ ૨૦૧૨નાં રોજ ફરી મુક્ત થયો હતો.

આગળ વાંચો આખી ઘટના વિશે વિસ્તૃત માહિતી