"સરબજીત પર હુમલા બાદ અમને અલગ સીલ કર્યા હતા"

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાક. જેલમાંથી છુટીને આવેલા ભારતીય માછીમારો વર્ણવે છે પાક. જેલની પરિસ્થિતી

જખૌ નજીક ફીશીંગ કરતા માછીમારોને પાક. મરીન સીક્યોરિટી એજન્સીએ પકડી લીધા બાદ આજે એ પૈકીનાં ૪૫ માછીમારો ટ્રેન મારફત વતન પરત આવી પહોંચ્યા હતા. સોરઠનાં માછીમારોએ દિવ્ય ભાસ્કર સમક્ષ જણાવ્યું હતું કે, અમે તો લાંડી જેલમાં હતા. જ્યાં સરબજીત પર હુમલાનાં સમાચાર મળતાં ત્યાંની જેલનાં સત્તાવાળાઓએ અમને પાક. કેદીઓથી છુટા પાડી દીધા. અને બાદમાં જુદી બેરેકમાં સીલ કરી દીધા હતા.

આ માછીમારો પૈકી બાબુભાઇ જેઠાભાઇ વાંઝાએ વધુમાં જણાવ્યું હતું કે, સરબજીતનાં મોત પછી અમને પાક કેદીઓથી છુટા પાડી દીધા. કારણકે, ભારત દ્વારા પાક. પર ભારતીય કેદીઓની સુરક્ષા માટે દબાણ વધારી દેવાયું હતું. જ્યારે કાશ્મીરની જેલમાં પાક. કેદી પર હુમલા અને તેનાં મોત અંગે તેઓએ જણાવ્યું કે, છુટા પડી ગયા બાદ એ ઘટના બની હોઇ ત્યારપછી તો તેઓને મળવાનું થયું જ નથી.

જ્યારે રમેશ રાઠોડ નામનાં માછીમારે જણાવ્યું હતું કે, અમે ૮ માસ લાંડીની જેલમાં રહ્યા. સરબજીતસિંહ પર હુમલો થયો એ પછી અમને લોકોને પાકિસ્તાની કેદીઓથી અલગ પાડી બંધ કરી દેવામાં આવ્યા હતા. એ પહેલાં જેલમાં અમને હરવા ફરવાની છુટ હતી. પરંતુ તેઓએ અમને કહ્યું કે, કોઇ ભારતીય માછીમારને કાંઇ થાય તો અમારે જવાબ શું આપવો ? બાકી એ સિવાય શું થયું એ બાબતની અમને કશી ખબર નથી.

- અમારા કેદી ખતરનાક હોય છે, અહીં પાક. કેદી પર હુમલા બાદ અમે સલામત હતા: વાંચવા ફોટો સ્લાઇડ કરો...