કલ્પનાને સંગ ઉડી પરી, આહદમના ચિત્રોથી જોનારા રહી ગયા દંગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલ્પનાને રંગોથી કેનવાસ પર ઉતારવાનું કૌશલ્ય
- માંગરોળનાં યુવા ચિત્રકારનું આજથી રાજકોટની ગેલેરીમાં ચિત્ર પ્રદર્શન
- પખવાડીયાની મહેનતથી ચિત્રો તૈયાર કર્યા


કલ્પનાને રંગોની મદદથી કેનવાસ પર કંડારી ૧૦થી ૧પ દિવસની મહેનત બાદ તૈયારી કરાયેલા પેઇન્ટીંગને પહેલી નજરે જોનારાના મોંમાંથી આહ.... શબ્દ સરી ન પડે તો જ નવાઇ, જીહા માંગરોળનો આહમદ હુસેન મહીડાની સાધારણ આર્થિ‌ક સ્થિતી છતાં માતા-પિતાની પ્રેરણાથી કલ્પનાને કેનવાસ પર ચિત્રે છે. આ યુવા ચિત્રકારના ૨પ જેટલા ચિત્રોનું આવતીકાલથી રાજકોટની શ્યામપ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે ત્રણ દિવસનું પ્રદર્શન યોજાશે.

૨૧ વર્ષનો આહમદ હુસેન શહેરની શારદાગ્રામ કોલેજમાં ટીવાયબીએમાં અભ્યાસ કરે છે. પિતા અબ્દુલભાઇ ડ્રાઇવીંગ કરે છે તેમજ ખેતીની ટૂંકી જમીન ધરાવે છે. નાનપણથી જ ચિત્રકામનો અનહદ શોખ ધરાવતા આ યુવાને અમદાવાદમાં ફાઇનઆર્ટસની બે વર્ષની તાલીમ લીધી છે. તે કાલ્પનિક ઉપરાંત વાઇલ્ડલાઇફ, ફિગર પેઇન્ટીંગ, મોર્ડન આર્ટસ સહિ‌તનાં વિવિધ પેઇન્ટીંગ્સ બનાવવામાં નિપુણ છે. આ ક્ષેત્રમાં તેણે કરેલા પુરૂષાર્થનાં ફળસ્વરૂપ ૨૦૦૮માં ગરવી ગુજરાત સ્પર્ધામાં તે પ્રથમ સ્થાને વિજેતા જાહેર થયો હતો.

આગળ વાંચો વધુ વિગત