તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડનથી આવતા NRI કહે છે 'શ્રદ્ધા અમને ભવનાથ ખેંચી લાવે છે'

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શ્રદ્ધા અમને ભવનાથ ખેંચી લાવે છે
-
લંડનથી મહાશિવરાત્રીએ અચૂક આવતા મિત્રો કહે છે...
-
મૂળ સૌરાષ્ટ્રનાં વતની એનઆરઆઇ શિવરાત્રીમાં સંતવાણી પરોઢ સુધી સાંભળવાનું ચૂક્તા નથી

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથનાં સાનિધ્યે ભક્તિ અને ભજનની અમને લત લાગી છે. અને તેથી શ્રદ્ધા જ અમને અહીં ખેંચી લાવે છે. આ શબ્દો છે મૂળ સૌરાષ્ટ્રનાં અને હાલ લંડન સ્થિત એનઆરઆઇનાં એક મિત્ર સર્કલનાં. પાંચ મિત્રોનું ગૃપ છેલ્લા આઠ વર્ષથી ગિરનારની ગોદમાં ભવનાથનાં મહાશિવરાત્રીનાં મેળામાં અચૂક આવે છે.સંત-શૂરા અને સાવજની ભૂમિ ગણાતા ગીરીનગરમાં ભવનાથનો મેળો શ્રદ્ધાનું પ્રતિક બન્યો છે.

અહીં આવનાર સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓનો પ્રવાહ અને તેમાં પણ નિરંતર મહાશિવરાત્રીનાં મેળામાં આવવાની પરંપરા આસ્થાને વધુ મજબુત કરે છે. આવુંજ એક એનઆરઆઇ ગૃપ છે. આ ગૃપનાં સભ્યો રણજીતભાઇ ગઢવી, પ્રદિપભાઇ વાળા, નિ‌શ્ચિ‌તભાઇ સોઢા, મહેશભાઇ ગજ્જર, અશોકભાઇ ગઢવી છેલ્લા આઠ વર્ષથી ભવનાથનાં મેળામાં આવે છે. તેઓ અહીં ગુરૂ ગોરક્ષનાથ આશ્રમમાં શેરનાથ બાપુનાં સાનિધ્યમાં શિવરાત્રીનાં મેળા વખતે ત્રણ દિવસ રોકાય છે. જ્યારે સવારે પૂજા-અર્ચના અને દેવાલયોમાં દર્શન કર્યા બાદ તેઓ અહીં ભોજનની સેવામાં પણ જોડાય છે.

જોકે, મુળ કાઠીયાવાડી અને ડાયરાનાં જીવ ગણાતા આ એનઆરઆઇ સમી સાંજ થાય ત્યાં અહીં અલગ અલગ ઉતારામાં પહોંચી જઇ સંતવાણી સાંભળવાનું ચૂક્તા નથી. જેમાં રણજીતભાઇ ગઢવીની ઉંમર તો ૭૮ વર્ષની છે. તેઓ કહે છે, હું અને અમારૂં આ સર્કલ કોઇ પણ ઉતારે ભજન ચાલતા હોય તેમાં જઇને ભક્તિમાં તરબોળ થઇએ છીએ. અને કાર્યક્રમ સવારે પૂર્ણ થાય પછી જ અમે અમારા ઉતારે જઇએ. નોંધનીય છે કે, બધા મિત્રો બિઝનેસમેન છે. છતાં શિવરાત્રીનાં મહાપર્વે જૂનાગઢ આવવું એ તેઓનો નિત્યક્રમ બની ચૂક્યો છે. જેમાં કેટલાક ઉંમર લાયક હોવા છતાં ગિરનાર ચઢી દત્ત ભગવાનને શીશ પણ નમાવે છે.

આગળ વાંચો સમય સાથે હવે અન્નક્ષેત્રો પણ બની રહ્યા છે હાઇટેક

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો