• Gujarati News
  • No Eyes, But Still They Are Working For Good For Their Life And Family

જૂનાગઢનું પ્રજ્ઞાચક્ષુ દંપતિ, આંખ નહી, પણ જીવન જીવવાની દ્રષ્ટી લાજવાબ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુ : ખ આવી પડતા દાંપત્ય જીવન અંધકારમય બની ગયાનુ લોકો માની હતાશ થઇ જતા હોય છે. ત્યારે જૂનાગઢનાં પ્રજ્ઞાચક્ષુ દંપતિનુ અસાધારણ વ્યક્તિત્વ આવા યુગલો માટે ઉદાહરણરૂપ બની રહે તેમ છે.આ દંપતિ પાસે આંખથી પણ જીવન જીવવાની દ્રષ્ટી છે. જે હજારો યુગલોને પ્રેરણા પુરી પાડે તેમ છે.

આજે કરલફૂલ દૂનિયામાં ઘર સંસાર ચલાવો મુશ્કેલ બન્યો છે. જેમની પાસે દ્રષ્ટી જ નથી તેવા જૂનાગઢનાં પ્રજ્ઞાચક્ષુ દંપતિની ગાડી સંસારનાં પાટા પર ફુલ સ્પીડે દોડી રહી છે. મુળ વડાલ નજીકનાં કેરાળનાં વતની અને હાલ જૂનાગઢનાં કર્મચારી નગરમાં રહેતા મહેન્દ્રભાઇ જગડ જન્મથી જ અંધ છે. તેવોએ એમએ , બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. અને હાલ તેવો રાષ્ટીય અંધ મંડળમાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી રહયા છે. વર્ષ ૨૦૦૦માં તેમનાં લગ્ન પ્રજ્ઞાચક્ષુ પ્રભાબેન સાથે થયા હતાં.

૧૨ વર્ષનાં લગ્ન જીવનમાં પુત્રરત્ન નો જન્મ થયો છે. જે સામાન્ય છે. પ્રભાબેન પણ આઇટીઆઇ સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ તેવો શ્રેષ્ઠ ગૃહિ‌ણી બની રહયા છે. મહેન્દ્રભાઇએ જણાવ્યુ હતુ કે, વિકલાંગતા એ કુદરતની ઉણપ છે પરંતુ હતાશ થઇને બસી રહેવાની કોઇ ફાયદો નથી. તેની સામે સ્વાંલબી બનવા મહેનત કરવી જોઇએ. તેમજ આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યે કાયમી શ્રધ્ધા રાખવી જોઇએ. સારૂ શિક્ષણ અને તાલીમ મેળવી સ્વાંલબી બનવુ જોઇએ.

આગળની તસવીરમાં જુઓ કઈ રીતે બધું હેન્ડલ કરે છે આ દંપતી