મેંદરડા: લગ્નમાં લેવાયો શુભ સંકલ્પ, અવશ્ય મતદાન કરશું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લગ્નમાં લેવાયો શુભ સંકલ્પ, અવશ્ય મતદાન કરશું

- મેંદરડાનાં ચિરોડામાં લેઉવા પાટીદાર સમાજનાં એક જ માંડવે ૧૩૦ નવદંપતિઓ લગ્ન ગ્રંથીથી જોડાયા

મેંદરડાનાં ચિરોડા ગામે રવિવારે લેઉવા પટેલ પ્રગતિ મંડળ, ચિરોડા આયોજીત સમસ્ત લેઉવા પટેલ જ્ઞાતિનાં ૧૪માં લગ્નોત્સવમાં એક જ માંડવે ૧૩૦ નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. સમૂહ લગ્નનાં પ્રણેતા અને સંકલન પ્રમુખ હરસુખભાઇ વઘાસીયાનાં પ્રયત્નો થકી ૧૪માં લગ્નોત્સવમાં લોકશાહીનાં મહાપર્વ સમી ચૂંટણીમાં અમે અવશ્ય મતદાન કરશું તેવા લેઉવા પાટીદાર પરિવારોએ સંકલ્પ લીધા હતા.

ચિરોડા ગામે રાણાભાઇ કાછડીયાની વાડીમાં વિશાળ મંડમાં સમૈયું ગોઠવાયું હતું. અંદાજે ૨થી ૨ લાખ લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડયા હતા. સાંજે પ વાગ્યે જાન આગમન બાદ ગણેશ સ્થાપન, હસ્તમેળાપ, ઉદ્દઘાટન તથા સન્માન સમારોહ સાંજે ૭ વાગ્યે રાખવામાં આવ્યો હતો. આ વખતે સમાજનાં ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ તથા પ્રતિષ્ઠીત આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું.

કાર્યક્રમમાં પરબધામ-ભેંસાણનાં પરમ પુ.સંત કરશનદાસબાપુએ ઉપસ્થિત રહીને નવદંપતિને આશિર્વચન આપ્યા હતા. અને સમાજને પણ પ્રગતિ માટેનાં આશિર્વાદ આપીને કુરીવાજો તેમજ જુગાર-દારૂ જેવા વ્યસનોમાંથી મુક્ત થવા તથા માંસાહાર જેવી બદીઓ દૂર કરવા અનુરોધ કર્યો હતો. અને જણાવેલ કે સંગઠન માટે વિશ્વને રાહ બતાવનાર આ સમાજ સંગઠીત થઇને પ્રગતિ માટે વિરાટ છલાંગ મારી રહ્યો છે. તે સમાજ સાથે દેશને પણ ઉપયોગી થાય તેવો સમાજ છે. તે હર હંમેશ આગળ વધે તેવા આશિર્વચનો આપ્યા હતા. ચૂંટણીની આચારસંહિ‌તાને ધ્યાને લઇ કોઇ સભાનું આયોજન થયેલ નહોતું. પણ સમાજનાં દાતાઓ, ઉદ્યોગપતિ, રાજકીય તથા સામાજિક નેતાઓ તથા વેપારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આગળ વાંચો વધુ વિગત