જન્મ સ્થળ જૂનાગઢમાં સંત નાથાભાઇનું અસ્થિ વિસર્જન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મોટી સંખ્યામાં સેવકગણ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા

ગોંડલનાં સંત અને માઇ ભક્ત નાથાભાઇ જોષીનું ગત રવિવારે અમદાવાદ ખાતે નિઘન થયું હતું. તેમની અંતિમ વિધી ગોંડલમાં કરાઇ હતી. અને આજે તેમનાં જન્મ સ્થળ જૂનાગઢનાં દામોદરકુંડમાં તેમનાં અસ્થીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ તકે તેમનાં પરિવારજનો તથા સેવકગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.

ગુજરાત જેમનાં માટે ગૌરવ લઇ શકે તેવી આધ્યાત્મિક વિભુતી પૂ.નાથાભાઇ જોષીનો જન્મ ૪ ઓકટો.૧૯ર૦ માં જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં આવેલા મણીભવન ખાતે થયો હતો. તેમજ સંત નાથાભાઇને 'માં’નું પ્રાગટય પણ જૂનાગઢ ખાતે ષોષ સુદ પાંચમનાં રોજ થયું હતું. જેનાં કારણે આજે પણ દર શનિવારે નાથાભાઇનાં જન્મ સ્થળે સાંજના પ થી ૭ કલાકે નિયમીત સંત્સગ સભા યોજાય છે.

જેમાં મોટી સંખ્યામાં સેવકગણ જોડાય છે. નાથાભાઇનું લાંબી બિમારી બાદ ગત રવિવારે અમદાવાદ ખાતે નિધન થયું હતું. ત્યારબાદ તેમનાં નિવાસસ્થાન ગોંડલ ખાતે અંતિમ વિધી કરાઇ હતી. જ્યારે આજે નાથાભાઇના જન્મ સ્થળ જૂનાગઢનાં દામોકુંડ ખાતે તેમના અસ્થી વિસર્જીત કરવામાં આવ્યા હતા. આ તકે તેમનાં પુત્રી ઇન્દિરાબેન, જમાઇ દિલીપભાઇ તથા દૌહીત્રી અર્ચા, પ્રો.વિશાલભાઇ જોષી સહિ‌તનાં પરિવારજનો તથા મોટી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, તેમણે જૂનાગઢમાં બાળપણ વિતાવ્યા બાદ ગોંડલને પોતાની કર્મભૂમિ બનાવી હતી.