વૈષ્ણવજન...માં ગીતાનાં ૧૮ અધ્યાય સમાયેલા છે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભક્ત કવિ નરસિંહ મહેતા રચીત વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઇ જાણેરે ... પદમાં જ ગીતાનાં ૧૮ અધ્યાય સમાયેલા છે. તેમજ આ ભક્ત કવિનો મક્કમતા સહિ‌તનાં સંસ્કારમય ગુણ સૌએ જીવનમાં ઉતારવા જોઇએ તેમ ગીરનારની ગોદમાં નરસિંહ મહેતાનાં ચોરામાં મહેતાજીની ૬૦પ મી જન્મજયંતીની ઉજવણી અવસરે આજે સાહિ‌ત્યિક સાંજને સંબોધતા દિવ્યભાસ્કરનાં જાણીતા કટાર લેખક ડો.ભદ્રાયુ વછરાજાનીએ જણાવ્યું હતુ.

નરસિંહ મહેતા ચોરા સમિતી દ્વારા આયોજીત આ સાંજનાં પ્રારંભે ટ્રસ્ટના પ્રમુખ શશીન નાણાવટીએ સંસ્થાનાં ટૂંક પરિચય સાથે આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતુ. ત્યારબાદ કટાર લેખક ડો.વછરાજાનીએ પ્રાસંગીક વકતવ્યનો દોર સંભાળી મહેતાજીનાં એ સંસ્મરણોને યાદ કર્યા હતા.

અત્યારનું જનરેશન જો ને તોમાં રહે છે ત્યારે નરસિંહ મહેતાનાં મક્કમતા, વિશ્વાસ સહિ‌તને વળગે તેવું ટાંકીને કહ્યું હતુ કે, નરસિંહ મહેતા ભજન કરવામાં મક્કમ હતા. તેમાં સ્થળ કયુ, કોઇ શું બોલશે તેની સાથે તેને કોઇ નિશ્બત ન હતી. આ ઉપરાંત આચાર, વિચાર અને ઉચ્ચારણથી નાગર જ્ઞાતિની ઓળખ થઇ રહી છે તે પણ તેઓએ કહ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન સંજીવ મહેતાએ કર્યુ હતુ.