સવારે શાકભાજીનો વેપાર અને બપોરે નગરપાલિકાના પ્રમુખ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ નગરપાલિકાના પ્રમુખપદે સત્તારૂઢ થયેલા અમીન મહીઢાને તમે સવારમાં શાકભાજીની લારીએ શાક વેચતા જુઓ તો કોઇ એમ ન કહે કે, આ માણસ શહેરનાં નગરપતિ પદે ‘બિરાજે’ છે. એ જ ‘લહેકો’ અને ‘સ્ટાઇલ’ તેમણે જાળવી રાખ્યા છે. અઢી વર્ષ પૂરાં થાય એટલે પાછું શાકની રેંકડીએ જ બેસવાનું છે તેમ કહી તે ઉમેરે છે કે કર્મ દરેક માનવીએ કરવું જ જોઇએ. સવારે એક બે કલાક ‘ધંધો’ કરીને તેઓ ઓફિસ જાય છે.