જૂનાગઢ: ઠંડી સાથે જોગીંગની મોસમ પણ જામી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


- શહેરમાં મોર્નિંગ વોક, કસરત, દોડ સહિ‌તની વ્યાયામની પ્રવૃત્તિમાં દિન-પ્રતિદિન વધી રહેલી સંખ્યા

જૂનાગઢ શહેર-જિલ્લામાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે ત્યારે વહેલી સવારે 'મોર્નિંગ વોક’માં ચાલનારાઓ અને દોડનારાઓની સંખ્યા સર્કલોની ફરતે તેમજ મોતીબાગ, કૃષિ યુનિવર્સિ‌ટી, ભવનાથમાં વધી રહી છે. શિયાળામાં કસરત કરી આખા વર્ષની તંદુરસ્તી મેળવી લેવા સૌ કોઈ વહેલી સવારે ચાલવા કે દોડવાના વ્યાયામમાં જોડાઈ જશે.નવેમ્બર મહિ‌નાના મધ્ય ભાગથી તો શિયાળુ ઠંડી જામી જશે તેવું હાલનું વાતાવરણ હોય હવે જૂનાગઢમાં સ્વાસ્થ્યપ્રેમી નગરજનોએ સવારે કોલેજ રોડ, કૃષિ યુનિ., ભવનાથ, મોતીબાગ સહિ‌તનાં વિસ્તારોમાં મોર્નિંગ વોકર્સ, વ્યાયામવીરો, જોગર્સોની સંખ્યા દિન-પ્રતિદિન વધવા લાગી છે. પોત-પોતાના સભ્યોની ટીમ બનાવી નિ‌શ્ચિ‌ત સમયે એક સ્થળે એકઠા થઈ આ વ્યાયામ આખો શિયાળો કરવામાં આવશે.

શિયાળાની સવારે કસરત ઉપરાંત વેજીટેબલ જયુસ, ખજૂરનું ગરમ દૂધ, ઉકાળો, નિરો, ફ્રુટ જયુસ ઈત્યાદિ પીણાનું ચલણ પણ વધશે. આ ઉપરાંત શહેરમાં ફિટનેસ માટે જે જીમ્નેશિયમ છે ત્યાં પણ શિયાળાના નવેમ્બરથી ફેબ્રુઆરી, ચાર માસ દરમિયાન કસરતવીરોની ભીડ જોવા મળશે. હવે તો યુવતીઓમાં પણ ફિટનેસ માટે જાગૃતિ વધી હોય જીમ્નેશિયમમાં યુવતીઓની સંખ્યા પણ જોવા મળે છે. વહેલી સવારે મોર્નિંગ વોકમાં પણ યુવતિઓની સંખ્યા વધી જાય છે.

રોજ ૩૦ મિનિટ ચાલવાથી થતા ફાયદા

ચાલનારાના આયુષ્યમાં ૧.૩ વર્ષનો વધારો થાય
વધુ ૧.૧ વર્ષ સુધી વ્યાયામવીરને હાર્ટ એટેકનો ખતરો રહેતો નથી
શારીરિક શ્રમ કરનારા બેઠાડુ જીવન જીવનારથી ૩.૭ વર્ષ વધુ જીવે છે
નિયમિત ચાલનારા અનિદ્રાનો ભોગ બનતા નથી
રોજ ૩૦ મિનિટ ચાલનારાનુ બ્લડપ્રેશર કાબૂમાં રહે છે, કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે
રોજ ચાલવાથી આંતરડાના રોગનું પ્રમાણ ઘટે છે
ડાયાબિટિસ કાબૂમાં રહે છે
મસલ્સ અને હાડકા વધુ મજબૂત થાય છે