ઊનાનાં કોબમાં ૪.૫ વર્ષની બાળકી સાથે કોળી યુવાને કર્યા અડપલાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નવાબંદર મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી : આરોપી નાસી છુટયો

ઊનાનાં કોબ ગામે ગઇકાલે સવારનાં ૪.૫ વર્ષની મુસ્લિમ બાળકીને પાડોશમાં રહેતા કોળી યુવાને લાલચ આપી અડપલા કર્યાનો કિસ્સો બહાર આવતા ચકચાર મચી છે. તાલુકાનાં કોબ ગામે રહેતા સાજીદભાઇ ઉમરાભાઇ શેખનાં પાડોશમાં હમીરભાઇ મકવાણા પણ રહેતા હોય જેમાં ગઇકાલે સવારનાં સાજીદભાઇની ૪.૫ વર્ષની પુત્રી ઘરની બહાર રમતી હોય એ વખતે હમીરભાઇનાં ઘરમાં તેમનો પુત્ર અભય એકલો ઘરમાં હોય અને બાળકી પર નજર બગાડતા બાળકીને દુધ અને ભાગની લાલચ આપી ઘરમાં બોલાવેલ હતી.

બાળકી પણ ભાગ મળશે તેવા ભાવથી પડોશમાં રહેતા અભયનાં ઘરે પહોંચેલ હતી અને મુસ્લિમ બાળકી ઘરમાં પ્રવેશતા જ આરોપી અભયે બાળકી સાથે શારીરિક છેડછાડ કરેલ અને બાળકીનું બાવડુ પકડી છરી બતાવી કપડા ઉતારવાનું કહેલ પરંતુ બાળકી પણ અભયનો હેવાનિયત ભરેલો ચહેરો અને હાથમાં છરી જોઇ ડઘાઇ ગયેલ હતી તે દરમિયાન પોતાની બાળકી રમતી હોય અને તેનો ઘરમાં અવાજ સંભળાતો ન હોય તેમની માતા તેને શોધવા નિકળેલ.

પોતાની વ્હાલીસોય પુત્રી ન મળતા તેમનાં નામની બુમ પાડતી હતી અને માં ન અવાજ સાંભળી પુત્રી પણ અભયની ચુંગાલમાંથી છટકી રડતી રડતી ઘરની બહાર આવી પહોંચી હતી જ્યારે કાંઇક અજુગતુ થયેલ હોવાની માતાને શંકા ગયેલ અને આ બનાવ બનતા જ આરોપી અભય પણ ડઘાઇ ગેલ ત્યારબાદ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં અભય હમીર મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની તપાસ પીએસઆઇ ડી.જી. ઝાલાએ હાથ ધરી છે.