જૂનાગઢમાં ગુંડાગીરી મુદ્દે આવેદન, ઉકેલ નહી તો જલદ આંદોલનની ચિમકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાયદો વ્યવસ્થા : મુખ્યમંત્રી રાજ્ય બહાર ગુજરાત સબસલામતનાં પડકારો ફેંકે છે ત્યારે શહેર ભાજપનું
- ભાજપનાં અગ્રણીઓએ જુગારધામ સહિ‌ત ગુંડાગીરીની સીડી પણ એસપીને આપી
- પાંચ દી’માં ઉકેલ નહી તો જલદ આંદોલનની ચિમકી


એક તરફ વડાપ્રધાન પદનાં ઉમેદવાર અને રાજ્યનાં મુખ્ય મંત્રી અન્ય રાજયમાં જઇને ગુજરાતમાં સબસલામત હોવાના પડકારો ફેંકી રહ્યાં છે ત્યારે જ આ જ રાજ્યનાં જૂનાગઢમાં દિવસે દિવસે વધેલી ગુંડાગીરીને પગલે ભાજપે જ એસપીને આવેદન પત્ર આપવાની નોબત આવી છે. આજે શહેર ભાજપનાં આગેવાનોનો સમૂહ આ અંગે એસપીને ઉગ્ર રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે, જૂનાગઢમાં મહિ‌લાઓ અને વેપારીઓ સહિ‌તની પ્રજા અસલામત છે ગુડાઓને પાસામાં ધકેલો જ્યારે પાંચ દિવસમાં ઉકેલ નહી આવે તો જલદ કાર્યક્રમ કરવાની ચિમકી ઉચ્ચારી છે. જ્યારેઆ તકે શહેરમાં ચાલતા જૂગાર ધામની અને ગુડાગીરીની સીડી પણ એસપીને આપી હતી. ઉલ્લેખનીય તો એ છે કે, છેલ્લા પખવાડીયામા શહેરમાં જે બનાવો બન્યા છે જેની પોલીસ દફતરે નોંધ નથી થઈ પણ ગુંડાગીરીની ચરમસીમા આ શહેરમાં દેખાતી હોવા છતાં આવા તત્વો સામે પોલીસ તંત્ર કામગીરી કરવામાં કેનાથી દબાઈ છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોવાની આક્ષેપ શહેર ભાજપે કર્યો છે. શહેરમાં હત્યા , લૂટ , ચોરી , મહિ‌લાઓ પર નર્લિજ હૂમલાઓ, જાહેરમાં મહિ‌યા- યુવતિઓની છેડતી, લુખ્ખાગીરી , ખંડણી, વ્યાજખોરી સહિ‌તની અસામાજીક પ્રવૃતિ રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ ગયુ હોવાના આક્ષેપ સાથે આજે શહેર ભાજપ પ્રમુખ સંજય કોરડીયા, પૂર્વ પ્રમુખ જીતુ હીરપરા, યુવા પ્રમુખ ભરત શીંગાળા, ર્કોપોરેટર, ભાજપનાં હોદેદારોએ એસપી સૌરભ તોલંબીયાને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. આવેદનમાં જણાવ્યુ હતુ કે, શહેરમાં ટપોરીઓ , લુખ્ખાઓ જાહેરમાં ધાતક હથીયાર બતાવી ફટાકડા , કપડા સહિ‌તની ચિજવસ્તુઓ લુટી જાય છે.જેને લઇ વેપારી આલમમાં ફફડાટ ફેલાયો છે.

આ તત્વો સામે લાલ આંખ કરવાને બદલે પોલીસ નિષ્ક્રય રહી છે.પોલીસમાં ચોક્કસ અધિકારીઓ દ્રારા કાર્યવાહી કરવાને બદલે નિષ્ક્રય રહીને અસામાજીક તત્વોની હિંમત વધારી રહયા છે. તેમજ કેટલાક અધિકારીઓ અસામાજીક તત્વો સાથે સાંઠ - ગાંઠ ધરાવે છે. શહેરનાં માલીવાડા અને ભવનાથ વિસ્તારમાં મહિ‌લા , યુવતિઓ સાથે જાહેરમાં અભદ્ર વર્તન કરવમાં આવી રહયુ છે. ત્યારે ગુડાઓને પાસામાં હેઠળ ધકેલાની જરૂર ઉભી ગઇ છે. તેમજ તા. ૧પ સુધીમાં ગેંગલીડરો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં નહી આવેતો ગુંડા વિરોધી અને ગુંડાતત્વોને દુર કરવાનો કાર્યક્રમ કારવામાં આવે છે. તેમજ ભાજપનાં કાર્યકર્તાએ શહેરમાં ચાલતા ગુજાર ધામ ની સીડી બનાવી છે. અને આ સીડી એસપીને આપી છે. તેમજ પોલીસ અધિકારીઓ નિષ્ક્રયતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કયા કયા વિસ્તારમાં ગુંડાગીરી
ભાજપે આવેદન પત્રમાં જણાવ્યુ હતુ કે, શહેરનાં માંગનાથ, માલીવાડા રોડ, કડીયાવાડ, કાળવા ચોક, મોતીબાગ, ગાંધીગ્રામ, ભવનાથ, ગીરનાર દરવાજા, ટીંબાવાડી, ઓજી વિસ્તાર, ઝાંઝરડા રોડ, જોષીપરામાં જૂગારનાં અડ્ડા, દારૂનુ વેચાણ, ગુંડાગીરી સામાન્ય બની ગઇ છે.

બિલ્ડરો પાસે થી ખંડણી ઉધરાવે છે
શહેરમાં ગુંડાઓ દ્રારા બિલ્ડરોનાં બાંધકામ ચાલી રહયા છે ત્યાં સાઇટ પર જઇ ગેરકાયદે ખંડણી ઉધરાવામાં આવે છે તેવાઓ આક્ષેપ કરવામાં આવે છે.

૧પ થી ૨૦ ટકા વ્યાજે રૂપિયાનું ધિરાણ : પઠાણી ઉઘરાણી

જૂનાગઢ શહેરમાં વ્યાજખોરો દ્રારા ડાયરી નામની સિસ્ટમથી વ્યાજે પૈસા દેવામાં આવે છે. અને આ વ્યાજની ટકાવારી ૧પ થી ૨૦ ટકા લેવામાં આવે છે.જેને કારણે સંખ્યાબંધ વેપારીઓ વ્યાજખોરનાં ચુંગાલમાં ફસાઇ ગયા છે.