તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહનાં સ્થળાંતર સહિ‌ત મુદ્દે વનમંત્રીની મૂલાકાતમાં મિડીયાને દૂર રખાયું ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકાર પુરસ્કૃત આ સેન્ટરમાં વાઇલ્ડ લાઇફ અંગે વૈજ્ઞાનિક ઢબે તાલીમ અપાશે

એશિયાટીક લાયનનાં પ્રદેશ સાસણ ગીરમાં અંદાજે ૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ લર્નિંગ સેન્ટરનું આજે રાજયનાં વનમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. જો કે, આ સમગ્ર કાર્યક્રમમાં સ્થાનિક સહિ‌ત જિલ્લાના પત્રકારોને દૂર રાખી માત્ર માહિ‌તી ખાતું જ હાજર રહેતા અનેક તર્કવિતર્કો સર્જા‍યા હતા.

રાજયમાં વનમંત્રીનો હવાલો સંભાળ્યા પછી અને થોડા સમય પૂર્વે સિંહના સ્થળાંતરનો મુદ્દો હાલ સુપ્રિમમાં પહોચ્યો છે તે સહિ‌ત મુદ્દે પત્રકારો દૂર રહે તેવુ આયોજન પહેલેથી જ રખાયુ હોવાની ચર્ચા પણ ઉઠી હતી. જો કે, સરકારી તંત્ર મોડી સાંજે કહે છે કે, વનમંત્રીની અનઔપસારીક મૂલાકાત હતી અને અધિકારીઓને પણ સવારે જ જાણ થઈ હોવાથી આવુ બની શકે તેવો બચાવ મૂકી રહ્યાં છે.

જયારે સાસણ ગીરમાં વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકાર દ્વારા પુરુસ્કૃત લર્નિંગસેન્ટરનું વનમંત્રી ગણપત વસાવાનાં હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણ બાદ મંત્રીએ સરકાર દ્વારા ઇકો ટુરીઝમ ડેવલોપની વિચારધારા ખરા અર્થમાં ગીર અને આસપાસનાં વિસ્તારમાં સાર્થક થઇ છે અને ગીરનાં વિકાસ અને સિંહ સર્વધનમાં પણ ઘણી ઉપલબ્ધીઓ હાંસલ કરી હોવાની વાત કરી હતી.

સાસણમાં દેશનું આ ત્રીજુ લર્નિંગસેન્ટર

એશીયાટીક લાયનનાં પ્રદેશ સાસણગીરમાં વર્લ્ડ બેન્ક અને કેન્દ્ર સરકાર પુરસ્કૃત લર્નીંગ સેન્ટર અંદાજે ૭૦ લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે કેરલ, તામીલનાડુ બાદ ગીરમાં દેશનું આ ત્રીજા લર્નિંગસેન્ટરમાં માત્ર ગુજરાતમાં નહી અન્ય રાજયનાં વન અધિકારીઓ, એનજીઓ, વિદ્યાર્થીઓ સહિ‌ત અભ્યાસ કરતાઓ વાઇલ્ડ લાઇફ અને ગીર વિકાસ, વન્યજીવ, વન્યપ્રાણીઓ સહિ‌તનાં અભ્યાસની વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવશે.

આ લોકાર્પણ પ્રસંગે સાસણ વિભાગનાં ડીસીએફ ડો.સંદિપ કુમાર, ડીસીએફ રમેશ, મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીના સહિ‌ત ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વન મંત્રી વસાવાએ અહીની મહિ‌લા કર્મચારીઓ, ફોરેસ્ટર, ગાર્ડ અને ગાઇડનાં સૂચનો જાણી ધટતુ કરવાની ખાત્રી આપી હતી.