અમદાવાદની પરિણીતાનું ટ્રેનમાં ચઢવા જતાં કરૂણ મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેશોદ રેલ્વે સ્ટેશન પર વ્હેલી સવારે આવતી સોમનાથ - અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં અમદાવાદની પરિણીતાનું મોત નિપજયું હતું. આ સમાચારથી પરિવારજનો આઘાતની લાગણીમાં સરી પડયા હતાં.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત માહિ‌તી મુજબ અમદાવાદની અમરાઇવાડીમાં રહેતાં મમતાબેન ચેતનભાઇ દરજી (ઉ.વ.૨૦) દિવાળીનાં તહેવારને લઇ કેશોદ આવ્યા હતાં. અમદાવાદ પરત જવા માટે બે દિવસ પૂર્વે સોમનાથ - અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાં ચઢતી વખતે અકસ્માતે પગ લપસી જતાં મમતાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તત્કાલ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. વધુ સારવાર માટે જૂનાગઢ સીવીલમાં લઇ જવાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી ન હતી. જેથી તેણીનું મોત નિપજયું હતું. આ બનાવથી પરિવારજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આ અંગેની વધુ તપાસ રેલ્વે પોલીસનાં પીએસઆઇ બી.એમ. રાઠવા ચલાવી રહયાં છે.