ઊના તાલુકાનાં સરપંચ સસ્પેન્શનમાં મોખરે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- લેખાજોખા : મનરેગા ભ્રષ્ટાચાર, વહિ‌વટી ગેરરિતી, ખનિજ ચોરી, પેશકદમી અને બેથી વધુ સંતાનોનાં મુદ્દે છેલ્લા ચાર વર્ષમાં ૧૪ સરપંચો સસ્પેન્ડ કરાયાં : ૬ સરપંચને ફરજ મોકુફીના આદેશ

રાજ્યમાં પહેલા જૂનાગઢ અને હવે ગીર-સોમનાથમાં સમાવષ્ટિ ઊનામાં છેલ્લા ચાર વર્ષમાં મનરેગા ભ્રષ્ટાચાર ખનિજ ચોરી, વહિ‌વટી ગેરરિતી, અને પેશકદમી તેમજ બે થી વધુ સંતાનોનાં મુદ્દે ૧૪ સરપંચો સસ્પેન્ડ અને છ સરપંચને ફરજ મૌકુફીનાં આદેશથી તાલુકો મોખરે રહ્યો છે. જ્યારે આ ૨૦ પૈકી પાંચ સરપંચ અપીલમાં જતા તેના પર લટકતી તલવાર છે. ઉલ્લેખનીય એ છે કે, સત્તાના પાંચ વર્ષનો સમય કાઠવામાં હાલનાં તબક્કે તો લોકોનાં પ્રતિનિધી તરીકે ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતની ધૂરા સંભાળતા ૨૦ જેટલા સરપંચો પાંચ વર્ષનો સમય કાઢવામાં નિષ્ફળ નિવડતા લોકોમાં નારાજગી પણ પ્રસરી રહી છે.

ઊના તાલુકાનાં કોબ, કોદીયા, પાલડી, વાવરડા, સામતેર, સનખડા, ગામનાં સરપંચ અને ૧ ઉપસરપંચ મળી કુલ ૬ પ્રજાના પ્રતિનિધિઓએ અને ર૦૧૦ થી ર૦૧૩ સુધીમાં નૈતિક અધ:પતન જેવી ગુન્હાહિ‌ત પ્રવૃતિ સત્તામાં રહી કરતા અને સત્તા મેળવ્યાં બાદ પણ વિવિધ પ્રકારની ગુન્હાખોરીમાં પોલીસ રેકર્ડ પર તેમની સામે ગુન્હા નોંધાયા બાદ જેલોમાં જતાં આવા ઊના તાલુકાના ૬ જેટલા સરપંચોને પંચાયત કચેરીની કામગીરી ન કરવાનો આદેશ થતા અને પંચાયત અધિનિયિમ મુજબ મળેલા અધિકારો ન ભોગવી શકે તેવા નિયમ અનુસાર કામગીરી કરતા અટકાવી પંચાયતના હોદેદારોને હોદાથી ફરજ મોકુફ કરવા આદેશ કરાયેલ છે. આ પૈકી કોબ અને પાલડી ગામના સરપંચોનાં જિલ્લા વિકાસ અધિકારીનાં હુકમ સામે અપિલમાં જતાં અપીલમાં પણ તેમની વિરૂધ્ધ ચુકાદાઓ આવતા તેની સામે હાલમાં કમિશ્નર વિકાસ અધિકારી પાસે દાદ માંગતી અપીલ કરી હોવાના કારણે હાલતો લટકતી તલવાર હેઠળ હોવાનું જોવા મળે છે.

આ ઉપરાંત ઊના તાલુકાના કેશરીયા, નવાબંદર, સોનારીયા, વાવરડા, સામતેર, સીમર, રામપરા, કાળા પાણઘ ફરેડા, વાંસોજ જેવા ગામનાં સરપંચો તેમજ પંચાયતના સદસ્યોને મનરેગા યોજના ગેરરીતિ, પંચાયતના વહીવટમાં ગેરરીતિ ઉચાપત પરવાનગી વગર ગામનું ખનીજ ખોદકામ કરીને તેમજ એસ્ટ્રોસીટી એકટની ફરીયાદ તેમજ બેથી વધુ બાળકો ધરાવતા હોવા છતાં ખોટી માહિ‌તી આપવી તેમજ ચૂંટણી આચાર સંહિ‌તાનો ભંગ કરવો, સરકારી જમીનમાં બાવળનાં ગેરકાયદેસર લાકડાનું કટીંગ કરી પેશકદમી કરી દબાણ કરવા જેવા કિસ્સામાં ફરિયાદો થતા ઉપરોકત ગામનાં સરપંચો અને પંચાયત સભ્યોની સામે તપાસ થયાં બાદ જિલ્લા પંચાયત અધિકારીએ સસ્પેન્ડ કરી દીધા હતાં.

આ પૈકી વાવરડા, તેમજ સીમર અને કાળાપાણ ગામનાં હોદેદારોએ અપીલમાં જતાં અપીલ પણ ચાલી જતાં વિરોધમાં ચુકાદો આવતા પોતાની સતા બચાવવા ધમ પછાડા કરી રાજકીય તાકાતના જોરે હાલ કમિશ્નર કચેરીમાંથી અપીલમાં જઇ સ્ટે તેમજ મનાઇહુકમ મેળવી લીધા છે. પરંતુ બે-બે જગ્યાએ કેસ હારી જતાં આવા ત્રણ સરપંચોના કેસો પણ ચાલવાના બાકી રહેતા તેમની સામે પણ પોતાની સતા બચાવવા સફળ થશે કે કેમ તેવો પ્રશ્નો ઉઠી રહયો છે.

સસ્પેન્ડ સરપંચો વર્તમાન સરકારનાં ટેકેદારો

ગુજરાતના ૨૬ જિલ્લા પૈકી જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકાનો ગામ પંચાયતોના વધુમાં વધુ સરપંચો અને સદસ્યો સસ્પેન્ડ થયાનો કિસ્સો બહાર આવેલ છે અને સસ્પેન્ડ થયેલા આ હોદેદારો વર્તમાન સરકારનાં વધુ ટેકેદારો હોવાનું જોવા અને જાણવા મળેલ છે.