• Gujarati News
  • Mangrol Assembly Election, 11 Percent Voting In First Three Hours

માંગરોળ વિધાનસભા બેઠક: 10 વાગ્યા સુધીમાં 11% મતદાન, તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: મતદાન કરવા માટે લાઈનમાં ઉભેલા મતદારો)
- માંગરોળ બેઠક માટે 59.10 ટકા મતદાન
- પેટા ચૂંટણી |ખાલી પડેલી વિધાનસભા બેઠકમાં શાંતિપૂર્ણ મતદાન : 16મીએ 3 ઉમેદવારનાં ભાવિનો થશે ફેંસલો
- 63.75 ટકા પુરૂષો અને 49.52 ટકા સ્ત્રીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો : શહેરી વિસ્તારોમાં સૌથી વધુ મતદાન ચોરવાડ અને સૌથી ઓછું માંગરોળમાં

માળિયા / માંગરોળ: જૂનાગઢ જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આજે શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયુ હતુ. માંગરોળ વિધાનસભા બેઠકમાં આવતા માળિયાહાટીના અને માંગરોળ તાલુકાનાં 218 મતદાન મથક પર સવારથી જ મતદારોની કતાર લાગી ગઇ હતી. અને પેટાચૂંટણી હોવા છત્તાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં નિર્વિઘ્ને મતદાન પૂર્ણ થયું હતું. આ બેઠક પર 59.10 ટકા મતદાન થયું હતું. મતદારોએ 3 ઉમેદવારનુ ભાવિ ઇવીએમમાં કેદ કર્યું હતું. હવે તા. 16મીએ ઉમેદવારનાં ભાવિનો ફેંસલો થશે.

માંગરોળ વિધાનસભા મતવિસ્તારની ખાલી પડેલી બેઠક પર આજે સવારથી મતદાન શરૂ થયુ હતુ. સવારે 7 વાગ્યાથી માંગરોળ બેઠકનાં 218 મતદાન મથક પર મતદારોની લાઇન લાગી હતી. પેટા ચૂંટણી હોવા છતા મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થયાનાં પ્રથમ બે કલાકમાં જ 10.50 ટકા મતદાન થયું હતું. બાદમાં બપોરે પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માંગરોળ વિધાન સભા બેઠકમાં પુરૂષ મતદાર 99,713 અને સ્ત્રી મતદાર 91,871 મળી કુલ 1,91,584 મતદાર નોંધાયા હતા. જે પૈકી પુરૂષ 63,666 મતદાર અને સ્ત્રી 49,652 મતદાર મળી કુલ 1,13,218 મતદારોએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ રીતે પુરૂષ મતદાન 63.75 ટકા અને સ્ત્રી મતદાન 54.05 ટકા નોંધાયું હતું. આ બેઠક પર કુલ 59.10 ટકા મતદાન થયું હતું.

તેમજ બપોર બાદ તો રાજકીય પક્ષો મતદારોને ઘરની બહાર કાઢવામાં લાગી ગયા હતા. સાંજ સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. બાદમાં ઇવીએમ સીલ કરી દેવામાં આવ્યા હતા. તા. 16મીનાં માંગરોળ શારદાગ્રામમાં મતગણતરી કરવામાં આવશે. મતદાન દરમીયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. માંગરોળ બેઠક પર ભાજપનાં લક્ષ્મણભાઇ યાદવ, કોંગ્રેસનાં બાબુભાઇ વાજા અને અપક્ષમાંથી ખેભર હાજી અમીર ચૂંટણી લડી રહ્યા હતા. આજે ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયુ છે. હવે તા.16મીનાં ઇવીએમ ખુલ્યા બાદ માંગરોળની જનતાએ કોને તાજે પહેરાવવાનું નક્કી કર્યું છે એ સ્પષ્ટ થઇ જશે.
આગળ વાંચો, માંગરોળમાં 49 ટકા નિરસ મતદાન, સાંસદનાં હોમટાઉન ચોરવાડમાં 69 ટકા મતદાન, કોંગી ઉમેદવારે ગડુમાં મતદાન કર્યુ, ભાજપ ઉમેદવારે માળિયામાં મતદાન કર્યુ, માંગરોળમાં મતદાર યાદીમાં વૃધ્ધને મૃત બતાવાયા, મતદાનથી વંચિત, માળિયામાં બીએસએફની દંડાવાળીમાં કોંગ્રેસી આગેવાન ઘાયલ
(તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ)