તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોડીનાર: અંબુજાની માઇન્સમાં ડ્રાઇવરનું ડૂબી જતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મૃતકને તરતા આવડતું હતું : ડૂબે નહીં એવા પ્રશ્નો સાથે પરિવાર અને કર્મચારી યુનિયને લાશ સંભાળવાની ના પાડી દીધી

કોડીનાર: કોડીનારનાં વડનગર ગામે આવેલી અંબુજાની માઇન્સમાં કંપનીનાં ડ્રાઇવરનું જ ડુબી જતાં મોત નિપજયું હતું. કોડીનારમાં સરદારનગરમાં રહેતા મુળ ઘાંટવડનાં ઇશ્વરપુરી પ્રભાતપુરી ગોસ્વામી (ઉ.વ.42) ઘણા વર્ષોથી અંબુજા સિમેન્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેઓ તા.6 નાં બપોરનાં 12 વાગ્યે નોકરી પર હાજર થયેલ અને પોતાના હવાલાનું વાહન લઇ બે ફેરા પણ પુરા કર્યા બાદ સાંજે પરત ન આવતાં સિકયુરીટીએ ઘરે ફોન કરી જાણ કરેલ અને તપાસ બાદ પોલીસમાં ગુમ થયાનું જાહેર કર્યુ હતું. તેમની શોધખોળ કરતાં તેમનાં હવાલાવાળું ટીયરવાહન વડનગર ગામે કંપનીની ડી બ્લોક માઇન્સ પાસે પડેલ જોવા મળ્યું હતું.

દરમિયાન આજે સવારનાં આસપાસનાં વાડીવાળાઓએ માઇન્સનાં તળાવમાં અંબુજા લખેલું જેકેટ દેખાતા સિકયુરીટીને જાણ કરતાં સિકયુરીટી ઓફિસર, કર્મચારી યુનિયનનાં પ્રમુખ અને ગ્રામજનો સ્થળ પર પહોંચી ગયા હતાં. પીએસઆઇ વાળા, જમાદાર ભરતભાઇ સહિતનો સ્ટાફ તેમજ મામલતદાર ચોપરા પણ દોડી ગયા હતાં. બાદમાં તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢવામાં આવતાં ઇશ્વરપુરીની હોવાનું ખુલ્યું હતું. લાશને બહાર કઢાઇ ત્યારે મૃતકનાં મોઢા અને નાકમાંથી લોહી વહેતું હતું. જયારે ડુબેલા માણસમાં આવું કયારેય પણ ન જોવા મળે.

આ અંગે માછીમારોને પુછતાં પાણીમાં રહેવાથી કોઇ કેસમાં મગજમાં દબાણનાં કારણે લોહી નાક દ્વારા નીકળે. પરંતુ મૃતક ઇશ્વરપુરી તરવૈયા હતાં અને માઇન્સનાં ખાડામાં ચાર માથોડા પાણી હોય ડુબે નહી તો ખરેખર શું છે આવા પ્રશ્નો સાથે કર્મચારી યુનિયન અને મૃતકનાં પરિવારે લાશ સંભાળવાની ના પાડી દીધી હતી. જોકે પીએસઆઇ વાળાએ સમજાવ્યા બાદ હોસ્પિટલે પીએમ બાદ પરિવારે લાશને સ્વીકારી હતી. ચાલુ નોકરી દરમિયાન બની હોય પીએમનાં રીપોર્ટ બાદ સાચી હકિકતની ખબર પડશે.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...