તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં ટ્રેન હડફેટે પ્રૌઢનાં હાથ અને પગ કપાયા બાદ સારવારમાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રેલ્વે પોલીસે પરિવારની શોધખોળ શરૂ કરી

જૂનાગઢ: જૂનાગઢનાં વૈભવ ફાટક પાસે આજે સવારનાં ખીજડીયા -જૂનાગઢ ટ્રેન હડફેટે અજાણ્યા પ્રૌઢ આવી જતા હાથ અને પગ કપાઇ ગયા હતા. જેને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.જયા સારવાર દરમીયાન તેનુ મોત નિપજયુ હતુ. અજાણ્યા પ્રૌઢ હોય તેના વાલી-વારસની રેલવે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

બનવાની મળતી વિગત મુજબ ખીજડીયા - જૂનાગઢ સવારનાં આવી રહી હતી. તે દરમીયાન જૂનાગઢનાં વૈભવ ફાટકની આગળ પહોચી ત્યારે એક અજાણ્યા પ્રૌઢ હડફેટે આવી ગયા હતા. ટ્રેન હડફેટે લેતા ડાબા પગનો પંજો અને એક હાથ કપાઇ ગયો હતો. ટ્રેન ઉભી રહી ગઇ હતી. બાદ પ્રૌઢને ઉપાડી ટ્રેનમાં લઇ જવાયા હતા. 108ને જાણ કરતા ડો.ચંદ્રકાંતભાઇ ગોહિલ અને પાયલોટ જીતુભાઇ ગઢવી પહોચી ગયા હતા અને સારવાર માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ જતા રેલ્વે પોલીસનાં એએસઆઇ દેવસીભાઇ સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો. જોકે પ્રૌઢ ગંભીર રીતે ઘાયલ થયા હોય સારવાર દરમીયાન મોત નિપજ્યુ હતુ.જોકે અજાણ્યા પ્રૌઢ કાગળીયા વિણતા હોય અને ભીખ માંગીને ખાતા હોવાની પણ જાણવા મળ્યુ છે. પોલીસે તેની ઓળખ મળેવા પ્રયાસ કર્યા હતા. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સમાચારો પણ છે...