• Gujarati News
  • Love Bird Attempt Suicide Together By Jump Under Train

ઊના પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી પ્રેમી યુગલે હાથ પકડી જીવ દીધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના: ઊનાથી બે કિ.મીનાં અંતરે ભોપલા વાડી નજીક ગુરૂવારે સમી સાંજનાં સુમારે વેરાવળથી દેલવાડા તરફ આવતી ટ્રેન હેઠળ અજાણ્યા યુવક-યુવતીએ એકબીજાનાં હાથ પકડી સજોડે ઝંપલાવી દેતા શરીરથી બંનેનાં ધડ અલગ પડી ગયા હતાં. બનાવનાં પગલે લોકોનાં ટોળા ઉમટયા હતાં. પોલીસે બંનેની ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે.
Paragraph Filter
માથું-ધડ અલગ પડી ગયા, પોલીસની ઓળખ મેળવવા કવાયત
વેરાવળથી દેલવાડા તરફ આવતી લોકલ ટ્રેન નં.92637 આજે સમી સાંજનાં અરસામાં ઊના નજીકનાં રેલવે સ્ટેશન નજીક પહોંચે એ પહેલા જ બે કિમી અંતરે ભોપલાવાડી નજીક બ્લુકલરનું જીન્સ અને પીળા કલરનું ટીશર્ટ પહેરેલ યુવક અને ગુલાબી - ગ્રીન કલરનો ડ્રેસ પહેરેલ યુવતીએ એકબીજાનાં હાથ પકડી સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી દેતા બંનેનાં ધડ શરીરથી અલગ પડી જવા સાથે લોહીનાં ફુવારા વછુટયા હતાં.
બંનેનાં સ્થળ પરજ કમકમાટીભર્યા મોત નિપજયાં હતાં. આ બનાવનાં પગલે ડ્રાઇવરે ટ્રેનને રોકી દીધી હતી. લોકોનાં ટોળે ટોળા ઉમટી પડયા હતાં અને આ દ્રશ્યો જોઇ લોકો પણ કંપી ઉઠયા હતાં. બંનેનાં મૃતદેહને ટ્રેન હેઠળથી કાઢી ટ્રેનમાં દેલવાડા સ્ટેશન પર લઇ જવાયેલ જયાં રેલવે પોલીસે દોડી જઇ અજાણ્યા યુવક-યુવતીની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલ પરંતુ હજુ સુધી બંનેની કોઇ ઓળખ થવા પામી નથી. બંનેનાં મૃતદેહને ઊના સરકારી હોસ્પિટલે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...