વેરાવળ લૂંટ કેસ: મોજ મસ્તીમાં કર્યો હતો ખેલ, યુવાનીના જોષમાં આવી કર્યુ કૃત્ય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વેરાવળનાં શખ્સોએ મસ્તીમાં ખેલ કર્યો’તો
- હરકત ભારે પડી : તાલાલા રોડ પર શનિવારે મધરાતે બે પેટ્રોલપંપ પર ત્રાટકી આતંક મચાવનારા
- પેટ્રોલપંપના કર્મચારીઓને ઢોર માર મારી આ શખ્સો નાસી છૂટયા હતા

વેરાવળનાં તાલાલા રોડ પર શનિવારે મધરાતે બે બાઈક પર આવેલા છ લબરમુછીયાઓએ બે પેટ્રોલપંપ પર મચાવેલા આંતકમાં ગીર-સોમનાથ પોલીસે અલગ અલગ ટૂકડીઓ બનાવી સીસી ટીવી કૂટેજનાં આધારે તપાસ હાથ ધરતા આ છ શખ્સો વેરાવળનાં જ હોવાનું બહાર આવતા પોલીસે આ શખ્સોને ઝડપી લઈ રીમાન્ડની માંગણી અર્થે તમામને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જામીન મુક્ત કરેલ છે. જ્યારે પોલીસની પૂછપરછમાં મોજમસ્તી માટેનો ખેલ હોવાનું બહાર આવ્યું હતું. વેરાવળ નજીકનાં તાલાલા રોડ પર આવેલ શનિદેવ પેટ્રોલીયમ પંપમાં કાળા કલરનું હીરો હોન્ડા સ્પલેન્ડર મોટરસાયકલ નં.જીજે-૧૧-એએમ-૪૦૬પ તથા કાળા કલરનું નંબર વગરનું એકટીવા મોટરસાયકલ પર ગુજરાતી ભાષા બોલતા છ અજાણ્યા શખ્સો આવી પોતાના હાથે બંને મોટરસાયકલોમાં પેટ્રોલ ભરવા લાગતા તેને હાથે પેટ્રોલ ભરવાની પંપનાં કર્મચારીએ ના પાડતા છએય શખ્સોએ કર્મચારીને ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી મફતમાં પેટ્રોલ ભરાવી નાસી છૂટયા હતા.

ઉપરોકત ઘટના બાદ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિં ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ સ્ટાફનાં કરશનભાઇ મુછાળ તથા પ્રભાસપાટણનાં પીઆઇ તથા સ્ટાફનાં અજીતસિંહ, મેરામણભાઇ, ડી.કે.પટેલ, મુળુભાઇ સહિ‌તનાં પોલીસકર્મીઓની અલગ-અલગ ટીમો બનાવી પેટ્રોલ પંપમાંથી સીસીટીવ ફુટેજ મેળવી તેના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરેલ હતી.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો..