વિસાવદરમાં થઇ અદભુત આરતી, હજારો દીવડાનો અનોખો નજારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મહાઆરતીમાં હજારો દીવડા પ્રગટ્યા
- વિસાવદર ખાતે ગૌશાળાનાં લાભાર્થે યોજાયેલા રંગ કસુંબલ ડાયરામાં એક જ રાતમાં ૮૦ લાખનું દાન
- ૭૬ ગૌશાળાઓનાં લાભાર્થે સુરત સ્થિત જૂનાગઢ જિલ્લા સમસ્ત પરિવાર દ્વારા થયું આયોજન


વિસાવદર અને ભેંસાણ તાલુકાની ૭૬ ગૌશાળાઓ માટે સુરત સ્થિત જૂનાગઢ જિલ્લા સમસ્ત પરિવારનાં ઉપક્રમે ગઇકાલે વિસાવદર ખાતે એક રંગ કસુંબલ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક જ રાતમાં દાતાઓએ ૮૦ લાખનું દાન આપ્યું હતું. નોટોનાં વરસાદથી ડાયરાનાં મંચ પર રૂપિયાનો ઢગ ખડકાયો હતો. સુરતમાં વસવાટ કરતા સમસ્ત જૂનાગઢ જિલ્લા પરિવારનાં દિલીપભાઇ સોજીત્રા (લખપતિ)ની આગેવાની હેઠળ વિસાવદર અને ભેંસાણની ૭૬ ગૌશાળાઓ માટે એક ફંડ એકત્રિત કરાઇ રહ્યું છે.

આ માટે લોકડાયરા યોજાશે. જે અંતર્ગત ગઇકાલે રાત્રે વિસાવદરનાં જૂનાગઢ રોડ ઉપર રંગ કસુંબલ ડાયરો યોજાયો હતો. છેલ્લા દોઢેક માસથી સમસ્ત જૂનાગઢ જિલ્લા પરિવારનાં કાર્યકરો આ ડાયરા અને ખાસ કરીને તેનો હેતુ સરે એ માટે તનતોડ જહેમત ઉઠાવી રહ્યા હતા. જેનાં ફળ સ્વરૂપે દાતાઓએ ગાયોનાં લાભાર્થે રૂપિયાનો વરસાદ વરસાવી દીધો હતો. એકજ રાતમાં ૮૦ લાખનું દાન એકત્રિત થયું હતું.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...