• Gujarati News
  • Live Pictures Of Lion During Counting The Lion In Gir

આ રીતે થઇ હતી સિંહોની ગણતરી, સાસણ ગીરના જંગલની લાઈવ તસવીરો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: છેલ્લા કેટલાક વર્ષોથી બૃહદ્ ગિરની કેટેગરીમાં મૂકાયેલા દક્ષિણ સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં આ વખતે કુલ 523 સિંહો જોવા મળ્યા છે. આ સંખ્યા 2010માં નોંધાયેલા 411 સિંહો કરતાં 112 વધુ છે. 5 વર્ષમાં 27 ટકાનો વધારો સિંહોની સંખ્યામાં આ રીતે નોંધાયો છે. સિંહોની સંખ્યા સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 268 નોંધાઇ છે, જ્યારે ગિર-સોમનાથમાં 44, અમરેલીમાં 174 અને ભાવનગરમાં 37 જોવા મળ્યા છે. જ્યારે પોરબંદર, રાજકોટ, જામનગર અને બોટાદ જિલ્લાઓમાં સિંહો દેખાયા નથી. અગાઉ આ જિલ્લાઓમાં સિંહોએ મારણ કર્યાના અને તેની હાજરી જોવા મળી હોવાનું વનવિભાગનાં ચોપડે નોંધાયું હોવાથી ત્યાં ગણતરી કરવામાં આવી હતી. પરંતુ ગણતરી દરમ્યાન અહીં સિંહો દેખાયા નથી. એમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાસણના સિંહ સદન ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું. આજે અમે તમને સિંહ વસ્તી ગણતરી દરમ્યાન લેવાયેલી સાવજ અને તેના પરિવારની કેટલીક તસવીરો બતાવી રહ્યા છીએ જે ગણતરી દરમ્યાન લેવામાં આવી હતી.
Paragraph Filter
આનંદીબેન પટેલ સિંહોની સંખ્યા જાહેર કરનાર પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, વર્ષ 2010માં જૂનાગઢ અને ગિર-સોમનાથ એકજ જિલ્લો હતો. અને અહીં કુલ 270 સિંહો નોંધાયા હતા. જ્યારે અમરેલીમાં 108 હતા જે વધીને 174 થયા છે. જ્યારે ભાવનગરમાં 2010માં 33 સિંહો હતા જે હવે 37 થયા છે. સિંહોની સંખ્યામાં સૌથી મોટો વધારો અમરેલી જિલ્લામાં થયો છે. છેલ્લા 5 વર્ષમાં નરની સંખ્યા 12 ટકા, માદાની 24 ટકા અને બચ્ચાંની સંખ્યા 40 ટકા વધી છે.
અભયારણ્ય દીઠ સિંહોની સંખ્યામાં જોવા મળેલા વધારામાં ગિરનારમાં 33, પાણીયામાં 11, મિતયાળામાં 8, લીલીયા ક્રાંકચમાં 28, કોસ્ટલ ઝોન રાજુલામાં 18 અને કોસ્ટલ ઝોન સુત્રાપાડામાં 11 સિંહો જોવા મળ્યા છે. જ્યારે આરક્ષિત જંગલ વિસ્તારોમાં કુલ 350 સિંહો છે. જ્યારે તેની બહાર રેવન્યુ અને બૃહદ્દ ગિરનાં વિસ્તારોમાં 167 સિંહોનો સમાવેશ થાય છે.
નર-109
માદા-201
બચ્ચાં 0 થી 1 વર્ષનાં-140
બચ્ચાં 1 થી 3 વર્ષનાં-73
આગળ ક્લિક કરો અને વાંચો સિંહ ગણતરીમાં જોડાવા 6 હજારથી વધુ અરજી મળી હતી
તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ