સાસણમાં સિંહણે ચાર બચ્ચાંને જન્મ આપ્યા બાદ એકનું મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલાનાં સાસણ(ગીર) નજીકનાં દેવળીયા સફારી પાર્કમાં ત્રણ દિવસ પહેલા એક સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યા બાદ શારીરિક રીતે અશકત એક સિંહ બાળનું મોત નિપજયું હતું.

સાસણ(ગીર) નજીકનાં દેવળીયા સફારી પાર્કમાં ત્રણ દિવસ પહેલા એક સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. દરમિયાન બે દિવસની વયનું એક બચ્ચુ શારીરિક રીતે અશકત હોય તેનું કુદરતી મોત થયું હતું. આ અંગેની જાણ થતા જ સાસણનાં ડીએફઓ ડો.સંદિપકુમારે સ્થળ પર પહોંચી આ મૃત બાળનો કબજો સંભાળી કાર્યવાહી કરી તેનો નિકાલ કર્યો હતો. જયારે અન્ય ત્રણ સિંહ બાળ તંદુરસ્ત હોવાનું ડીએફઓએ
જણાવ્યું હતું.

અગાઉ જન્મેલા પાંચ સિંહબાળ પણ તંદુરસ્ત

દેવળીયા સફારી પાર્કમાં આ અગાઉ થોડા દિવસ પહેલા એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યા હતાં અને આ તમામ બચ્ચાઓ તંદુરસ્ત હોવાનું જાણવા મળી રહયું છે.