સાસણમાં ૭ દી’ માં ૬૦ હજારે કર્યા સિંહ દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાસણ-ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં ગત વર્ષની તુલનામાં ૨૬ ટકા પ્રવાસીઓ વધુ આવ્યા

ગીરનાં જંગલમાં વિહરતા એશિયાઇ સિંહો ગુજરાત સહિ‌ત દેશ અને દુનિયાનાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય દિવાળીનાં મીની વેકેશનમાં ગીરની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહયો હોય દિવાળીથી લઇ માત્ર સાત દિવસમાં ૬૦ હજારથી વધુ પ્રવાસીઓએ ગીરમાં સિંહ દર્શન કર્યા હોય પ્રવાસીઓની સંખ્યામાં ગત વર્ષની તુલનામાં ૨૬ ટકાનો રેકર્ડ બ્રેક વધારો થયો હોવાનું વન વિભાગનાં ચોપડે નોંધાયું છે.

ગીરનાં જંગલને પ્રવાસન ક્ષેત્રમાં અવ્વલ બનાવવા સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રવાસીઓને આકર્ષવા કરાયેલા પ્રયાસોને ભારે સફળતા પ્રાપ્ત થઇ રહી હોય દિવાળીનાં મીની વેકેશનમાં ગીર તરફ પ્રવાસીઓનો અભુતપૂર્વ ઘસારો થતા માત્ર સાત દિવસમાં ૬૦ હજારથી વધુ પ્રવાસીઓએ ગીરની મુલાકાત કરી સિંહ દર્શન કર્યા હોય પ્રવાસીઓની સંખ્યામાં ૨૬ ટકાનો ભારે વષરો નોંધાયો હોવાનું સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડો.સંદિપકુમારે જણાવેલ ગીરમાં સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓથી સાસણ સિંહ સદન અને દેવાળીયા પરિચય ખંડમાં ભારે ટ્રાફિક જોવા મળે છે. ગુજરાતનાં વિવિધ શહેરો ઉપરાંત દેશનાં અન્ય રાજયોમાંથી આવતા પ્રવાસીઓ સિંહદર્શન સાથે ગીરજંગલની વન્ય સૃષ્ટિ નિહાળી ભારે આનંદ અનુભવી રહયા છે. વનવિભાગ દ્વારા પ્રવાસીઓનાં ભારે ઘસારાને નિયંત્રીત કરી દરેક પ્રવાસીઓ સલામતી સાથે સિંહદર્શન કરી શકે તે માટે વિશેષ આયોજનો સાથે વ્યવસ્થા ગોઠવાતા પ્રવાસીઓ ગીરનાં પ્રવાસથી સંતુષ્ટ બને છે.

આગળ જુઓ વધુ માહિતી