વિસાવદરનાં રાજપરા રાઉન્ડમાં બીમાર સિંહને શોધવામાં વનતંત્ર નિષ્ફળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જંગલમાં દોડધામ : ૪૦થી વધુ કર્મીઓ લોકેશન મેળવી રહ્યાં છે
- છેલ્લા ચાર દિવસથી જીવાતોથી કણસી રહેલા વનરાજનું લોકેશન મળતું નથી

વિસાવદર: વિસાવદરનાં રાજપરા રાઉન્ડમાં ઘાયલ થયેલ સિંહને જીવાતો પડી હોવાથી વનવિભાગ દ્વારા ચાર દિવસથી સિંહને શોધવામાં આવી રહ્યો છે. પરંતુ વનવિભાગનો જીવાતોથી કણસી રહેલા સિંહનું આજદિન સુધી હજુ લોકેશન મેળવવામાં તંત્ર સંદતર નિષ્ફળ ગયુ છે. હાલ સિંહોનો સંવનન કાળ ચાલતો હોવાથી સિંહોમાં ઇનફાઇટોનું પ્રમાણ વધી રહ્યુ છે. સિંહણને પામવા માટે સિંહો મોતની બાજી લગાવતા હોય છે. સિંહ જો મેદાન મૂકી ભાગે તો બચી જવાની શક્યતાઓ રહે છે પરંતુ વનવિભાગ જો તેમને તાત્કાલીક લોકેટ કરી યોગ્ય સમયે સારવાર મળે તો બચી જાય છે. તેવી જ રીતનો એક નરસિંહ વિસાવદરનાં રાજપરા રાઉન્ડમાં જીવાતોથી કણસી રહ્યો છે.

જે બાબતની વનવિભાગને જાણ કરતા આ સિંહને લોકેટ કરી સારવાર અપાવવા માટે વિસાવદર રેંજનો તમામ સ્ટાફ સાસણનાં ટ્રેકર્સો, રેસ્કયુ ટીમ, મજૂરો સહિ‌તનો સ્ટાફ ચાર-ચાર દિવસથી બિમાર સિંહની શોધખોળ કરી રહ્યો છે. છતા પણ આજ દિન સુધી આ સિંહનું લોકેશન મેળવવામાં વનવિભાગને સફળતા મળી નથી બિમાર સિંહને શોધવા માટે ૩પથી ૪૦ વનવિભાગનાં કર્મચારીઓ ધંધે લાગ્યા હોવા છતા લોકેશન મળતુ નથી.

આ સિંહને શોધવામાં વનવિભાગને તાત્કાલીક સફળતા નહીં મળે તો બિમાર સિંહ જીવાતોથી કણસી-કણસી મોતનેભેટે તો જવાબદારી કોની ? સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ સિંહ હૂકી રહ્યો છે .પરંતુ લોકેશન મળતુ નથી. દરમિયાન આજે પણ મોડી સાંજ સુધી દિવસભરની કવાયત પછી પણ વનતંત્રને સફળતા ન મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીમાર સિંહ શોધવામાં નિષ્ફળ તંદુરસ્ત સિંહનું રક્ષણ કેમ કરે ?

બિમાર સિંહ શોધવા માટે વન વિભાગ દ્વારા એક જ રાઉન્ડમાં આખી રેન્જનો સ્ટાફ સાસણનાં ટ્રેકર્સો, રેસ્કયુ ટીમ, સહિ‌તનો સ્ટાફ ચાર-ચારની મહેનત બાદ પણ બિમારસિંહ ન મળે તે સાબિત કરે છે કે તંદુરસ્ત સિંહનું રક્ષણ કેવી રીતે કરી શકે ? એક નાનકડા રાઉન્ડ આખી રેંજનો સ્ટાફ, વન્યપ્રાણીઓનાં અનુભવી ટ્રેકર્સો પણ વામણા પુરવાર થયા છે. ત્યારે જોવુ રહ્યુ કે આ સિહને પકડવામાં નિષ્ફળ જનાર વનઅધિકારીઓ પર ડીસીએફ કે.સી.એફ. શુ પગલા તેના પર વન્યપ્રેમીઓની મીટ મંડાયેલી છે.

શું કહે છે આરએફઓ..?

આ બાબતે વિસાવદર આર.એફ.ઓ. એ.જે.ગોંધીયાએ જણાવ્યુ હતુ કે આ સિંહને પાછળનાં ભાગે, માથાનાં ભાગે તથા પાસડાઓ ભાંગી ગયા છે. આ સિંહને લોકેટ કરવા માટે મારણ બાંધવામાં પણ આવ્યું છે. ચાર દિવસથી આખી રેંજનો સ્ટાફ, ટ્રેકર્સ, રેસ્કયુ ટીમ સતત મહેનત કરી રહ્યો છે. આ સિંહ હૂકી રહ્યો છે પરંતુ શોધખોળ દરમ્યાન નજરે ચઢતો નથી. અને અમે સતત કાર્યરત છીએ.