સુપાસીમાં વનરાજોએ કર્યુ વાછરડાનું મારણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં સુપાસી ગામની સીમમાં ગતરાત્રીનાં વનરાજોએ બે વાછરડાનું મારણ કર્યુ હતું.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિનાં અરસામાં બે સાવજ સુપાસી ગામની સીમમાં આવેલ અલીભાઇ જમાલભાઇ તવાણીની વાડીમાં આવી ચઢી અહીંયા બે વાછરડાનો શિકાર કરી તેના મારણની મીજબાની માણી હતી.
આ ઉપરાંત મીઠાપુર ગામમાં પણ સમ્પ નજીક આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ સાવજોએ દેખા દીધી હતી. આ બંને ગામોમાં સાવજોનાં આગમનથી લોકોમાં ગભરાટ છવાયો છે.
આ બનાવનાં પગલે વન વિભાગનાં સ્ટાફે બંને સ્થળોએ દોડી જઇ સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. તાજેતરમાં વેરાવળ પંથકનાં ગામોમાં વનરાજોનું આગમન શરૂ થયું છે.