તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Late Sanjay Joshi Today Junagadh. Cakhiliyanam Family Visit

આજે સંજય જોષી જૂનાગઢમાં સ્વ.ચખિલીયાનાં પરિવારજનોની મુલાકાતે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાજપ રાષ્ટ્રીય સંગઠનનાં પૂર્વ મહામંત્રી સંજય જોષી આજે જૂનાગઢ આવી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ.ભાવનાબેન ચખિલીયાનાં નિધન બાદ તેમના પરિવારજનોની મુલાકાતે તેઓ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાવનાબેન ચખિલીયાનું થોડા દિવસો પહેલા નિધન થયું હતું. તેમની પ્રાર્થના સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહ, એલ.કે.અડવાણી અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. ત્યારે એક સમયે ભાજપનાં મહત્વના પદે રહેલા સંજય જોષી પણ આવતીકાલે જૂનાગઢ આવી રહ્યા છે. ખાસ કરીને અગાઉ થયેલા વિવાદો બાદ સંજય જોષીની ગુજરાતની મુલાકાતને લઇ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.