તાલાલામાં જાપ્તામાંથી નાસેલી હત્યારી માતા આખરે સકંજામાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલાલા તાલુકાનાં આંબળાશ ગામે પોતાના ત્રણ માસનાં સગાપુત્રને કુવામાં નાંખી હત્યા નીપજાવનારી આરોપી મહિ‌લા આજે સવારે મોઢુ ધોવાના બહાને ગઈ અને સાથે રહેલ મહિ‌લા પોલીસકર્મીને ધક્કો મારી પોલીસનાં કબ્જામાંથી ભાગી છૂટતા તાલાલા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી પોલીસે ચાર કલાકની શોધખોળ બાદ તાલાલાથી સાસણ રોડ ઉપરથી ઝડપી પાડી હતી.

તાલાલા પોલીસ સ્ટેશનમાં સગાપુત્રની હત્યાનાં ગુનામાં ગત તા.૨૪થી ૨૮ સુધી ચાર દિવસનાં પોલીસ રીમાન્ડમાં રહેલ મહિ‌લા આરોપી હંસાબેન હરેશભાઈ વીસાણીએ આજે સવારે સાડા છ વાગ્યે બાથરૂમ જવાનું કહેતા મહિ‌લા લોકરક્ષક કોન્સ્ટેબલ ગીતાબેન રાઠોડ તેમને લઈ ગયેલ ત્યારબાદ મહિ‌લા આરોપીએ મોઢુ ધોવા જવાનું કહેતા પોલીસ સ્ટેશનની બહાર આવેલ ફ્રીજ પાસે તેમને લઈ જવાયેલ ત્યારે ફ્રીજ પાસે ગ્લાસ ભરતી વખતે મહિ‌લા પોલીસ કર્મીને ધક્કો મારી દોડીને બહાર ભાગી છૂટેલ મહિ‌લા આરોપી પોલીસ સ્ટેશનમાંથી ભાગી છૂટયાની જાણ થતા તાલાલા પીએસઆઈ વી.એમ.ખુમાણ, ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચનાં પીએસઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, હે.કો.કિશોરભાઈ ચાવડા, રાઈટર પીઠરામભાઈ એએસઆઈ ભનુગીરી, જીગાબાપુ, મહિ‌લા કર્મી ગીતાબેન સહિ‌તનો પોલીસ સ્ટાફ બે ટીમોમાં ફરાર થયેલ મહિ‌લાની શોધખોળમાં લાગ્યો ચાર કલાક બાદ સાસણ તાલાલા રોડ ઉપર સાંગોદ્રા ફાટક પાસેથી મહિ‌લા આરોપી મળી આવતા પોલીસે અટક કરી હતી આજે રીમાન્ડ પૂરા થયા બાદ મહિ‌લા આરોપીને તાલાલા ર્કોટમાં રજૂ કરતા ર્કોટે વેરાવળ જેલમાં મોકલી આપવાનો હુકમ કરેલ તાલાલા પોલીસ સ્ટેશનની અંદર પોલીસનાં કબ્જામાંથી હત્યાની આરોપી મહિ‌લા ભાગી છૂટતા એક તબક્કે તો આખુ પોલીસ સ્ટેશન દોડધામમાં લાગી ગયેલ અંતે મહિ‌લા ઝડપાઈ જતા હાશકારો અનુભવ્યો હતો.