લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયાની રાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરા ગામેથી સગીરાનું અપહરણ કર્યાની ફરીયાદ

જૂનાગઢનાં હેઠાણ ફળીયામાં રહેતી સગીરાને લગ્ની લાલચ આપી ભગાડી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. જયારે ચોરવાડ તાબેનાં ખેરા ગામની સગીરાને લગનની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જિલ્લાનાં જૂનાગઢ અને ચોરવાડ તાબેનાં ખેરા ગામની સગીરાને ભગાડી ગયાની ફરીયાદ નોંધાઇ છે. આ બનાવની પોલીસમાંથી મળતી વિગત મુજબ, જૂનાગઢનાં ઢાલ રોડ પર રહેતી મુસ્લીમ સગીરાને લગ્નની લાલચ આપી એ જ વિસ્તારમાં રહેતો શાહીદ ઉમર ભગાડી ગયાની ફરીયાદ સગીરાનાં પિતાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ કેસની તપાસ પીઆઇ એસ. એમ. પટેલ ચલાવી રહયા છે.

જયારે અન્ય એક બનાવમાં ચોરવાડ તાબેનાં ખેરા ગામે રહેતી સગીરાને ખોરાસા (ગીર) ગામે રહેતો મુકેશગીરી રાજેશગીરી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાનાં ઇરાદે અપહરણ કરી ગયાની ફરીયાદ સગીરાનાં પિતાએ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. જૂનાગઢ જિલ્લામાં એક દિવસમાં બે સગીરાને ભગાડી જવાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારનાં બનાવોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ આ મામલે સઘન તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લામાં બે સગીરા અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.