તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં વેપારીઓ આકરા પાણીએ, આંદોલનની ચિમકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કાપડ બજારમાં રોડ, ગટર, સહિત મુદ્દે ૧૭ મીથી આંદોલનની ચિમકી
- ૧૬મી જુલાઈ સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલાય તો રણશીંગુ નક્કી : ઠાલા આશ્વાસનો નહીં સ્વીકારાય : સ્પષ્ટ ઉકેલની માંગ


કેશોદમાં આંબાવાડી - કાપડબજારનાં વેપારીઓએ રોડ, ગટર સહિતનાં વિવિધ પ્રશ્નોએ પાલિકા દ્વારા કાર્યવાહી હાથ નહીં ધરાય તો આગામી ૧૭ મીથી આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. કેશોદની આંબાવાડી કાપડ બજારમાં આસપાસનાં ૫ થી ૬ તાલુકાનાં લોકોની ખરીદી માટે કાયમી અવર-જવર રહે છે. આ બજારમાં ચારસોથી વધારે વિવિધ વસ્તુઓની દુકાનો આવેલી છે પરંતુ સુવિધાઓના નામે મીડું છે.

બજારનો એક પણ રોડ અસ્તિત્વમાં નથી. ઠેક ઠેકાણે ગટર ગંગા વહે છે. ગ્રાહકો કે વેપારીઓની સલામતીની કોઇ વ્યવસ્થા નથી. આ બાબતે વેપારીઓ છેલ્લા ત્રણ વર્ષથી કાપડ બજારથી મેઇન રોડમાં અંડરગ્રાઉન્ડ ગટર બનાવવી, રોડને સીસીથી મઢવા કે પેવર રોડ બનાવવાં, શાસ્ત્રી ચોકમાં ટ્રાફિક પોઇન્ટ બનાવવાં, સીસી ટીવી કેમેરા મુકવા, જલારામ મંદિર સુધીના મુખ્ય માર્ગને સીસી કે પેવર રોડ બનાવવાં, આંતરીક જોડતા મુખ્ય માર્ગોને પેવરથી મઢવા, સ્ટ્રીટ લાઇટ રીપેર કરવી, જાહેર શૌચાલય બનાવવાં સહિતની માંગણીઓ કરી રહેલ છે.

પરંતુ પાલિકા તંત્ર દ્વારા સતત દુર્લક્ષતા સેવવામાં આવતાં આજે કાપડ બજારના પ્રમુખ ગીરીશભાઇ વણપરીયાની આગેવાનીમાં નગરપાલિકાને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે કે, આ તમામ માંગણી પુરી કરવામાં નહીં આવે તો આગામી તા.૧૭ મી જૂલાઇથી આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય એ છે કે, સ્થાનિક નગર પાલિકામાં સત્તાધીશોને જાણ કરવા છતા આ સમસ્યા હલ ન થતાં ફરી પાછુ આંબાવાડી વિસ્તારનાં વેપારીઓએ પાલિકાને અલ્ટીમેટમ આપી ચિમકી ઉચ્ચારી છે.

- આ મુદ્દે અગાઉ આવેદન પણ અપાયું છે

કેશોદ આંબાવાડી કાપડ બજારમાં રેડી મેઈટ અને હેન્ડલુમનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓની દુકાનો આવેલી છે ત્યારે ગંદકી સહિત સમસ્યાથી ત્રસ્ત આ વેપારીઓએ તાજેતરમાં પાલિકાનાં સત્તાધીશોને આવેદન પત્ર આપી ગટરનાં ગંદા વહેતા પાણીમાં અમે તો પરેશાન થાયે છે પણ આવનાર ગ્રાહકો પણ કેશોદની છાપ સારી લઈને જતાં નથી. તે સહિતનો ઉલ્લેખ કર્યો હતો.