તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇશારા કોઇ કયાં સમજી શકયુ છે સંતો અને ફકીરોનાં, અહીંયા માણસો તો કેવલ લકીરોનાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કવિ સંમેલન: જૂનાગઢમાં ગિરનારની ગોદમાં મનોજ પર્વમાં કવિઓ અને ગઝલકારોએ રંગ જમાવ્યો
- મીનરાજ સંકુલમાં મોરારીબાપુની ઉપસ્થિતીમાં ગઝલકાર મનોજ ખંડેરીયાની સ્મૃતિમાં બે દિવસીય મનોજપર્વ-6નો પ્રારંભ

જૂનાગઢ: ઇશારા કોઇ કયાં સમજી શકયું સંતો-ફકીરોનાં, અહીંયા માણસો તો કેવલ લકીરોનાં. જેવી ઉત્કૃષ્ટ રચના રજૂ કરી યુવા ગઝલકાર જાતુષ જોષીએ ખરા અર્થમાં જૂનાગઢનાં સદગત કવિ અને ગઝલકાર મનોજ ખંડેરીયાને સ્મૃતિ અર્પણ કરી હતી. ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા મીનરાજ શૈક્ષણિક સંકુલમાં સદગત મનોજ ખંડેરીયાને સ્મૃતિરૂપે મનોજ પર્વ-6નો આજે સમીસાંજથી પ્રારંભ થયો છે. જાણિતા કથાકાર અને સાહિત્ય પ્રેમી મોરારીબાપુની ઉપસ્થિતીમાં મનોજપર્વ-6નાં પ્રથમ દિવસે ગઝલકારોએ પોતાની ઉત્કૃષ્ટ રચના કરી શ્રોતાઓને સાહિત્યમાં રસતરબોળ કરી દીધા હતા. જેમાં ગઝલકાર સલીમ પટ્ટીવાલાની ‘ગયે બચપન કે અરમાનો કી ઉંગલી થામ કે નિકલો, ખૂલ્લે હો સારે દરવાજે નિકલનાં કિતના મુશ્કિલ અને ખ્વાહીશે તો હૈ ઇરાદોં કા પતા નહી, બોલના તો સબ ચાહતે હે, બોલતા કોઇ નહીં.’

જેવી ગઝલો સંભળાવતાં શ્રોતાઓએ તેમને તાળીઓથી વધાવી લીધા હતા. જ્યારે પવન તખલ્લુસથી જાણીતા ભરત ભટ્ટની ‘ને રાખીને અંધારૂ ફોટો પાડી જો અંધારાનો ને ફોટો ઝાંખો પડશે તો પડશે એવી દેવાશે, કિસ્મત સામે લડવાને કિસ્મત સામે પડવા કરતા મનમાં થોડું બબડી લે છે એ માણસ બહુ સમજુ છે, જેવી ગઝલ પંકિતને શ્રોતાઓએ અદભુત દાદ આપી હતી. આ ઉપરાંત અન્ય ગઝલકારોમાં જૈફ વયે પણ ઉત્કૃષ્ટ ગઝલોની રચના કરતા પ્રફુલ્લભાઇ નાણાવટીએ પણ શ્રોતાઓને પુલકિત કરી દીધા હતા.
અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો...