લોકાયુક્ત વરી કઇ બલાનું નામ ? જૂનાગઢનાં યુવાનો બેખર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં યુવાનો બેખર છે લોકયુક્તથી, નથી જાણતા આર.એ. મહેતા
રાજયમાં લોકયુક્તને લઇને રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ થઇ રહી છે. રાજયમાં વિપક્ષ સત્તા પક્ષ પર લોકાયુક્તે લઇ આક્ષેપ - પ્રતિઆક્ષેપ કરી રહી છે. તેમજ રાજયમાં લોકાયુક્તે લઇને મુખ્ય મંત્રી અને રાજયપાલ સામસામે આવી ગયા છે. લોકાયુક્ત અખબારની હેડલાઈન બની ગયુ છે. પરંતુ જૂનાગઢનાં યુવાનો કે લોકાયુક્ત જેવા કાયદાથી બેખબર છે. કે જેમને લોકાયુક્ત શું છે ? અને આર. એ. મહેતા કોણ છે ? તેના વિષે કશુ જાણતા નથી. આજે દિવ્ય ભાસ્કરે કેટલાક કોલેજયન યુવાને મળી લોકાયુક્ત અંગે માહિ‌તી મળવી હતી ત્યારે કોલેજનાં વિદ્યાર્થીઓએ એવો સુર વ્યક્ત કર્યો હતો કે વહી આ
લોકાયુક્ત કઇ બલાનુ નામ છે?
રાજયમાં લોકાયુક્ત મુદે સરકાર સુપ્રિમ ર્કોટમાં પહોંચી હતી. પરંતુ સરકારને અહીંયા કારમી હાર મળી હતી. બાદ લોકાયુક્ત પદ સંભાળવા જસ્ટિસ આર. એન . મહેતાએ ઇનકાર કરી દેતા નવો વિવાદ ઉભો થયો છે. દરરોજ અખબારોમાં લોકાયુક્તે લઇને અહેવાલ પ્રસિધ્ધ થતા રહે છે. પરંતુ લોકો લોકાયુક્તથી અજાણ છે. જે લોકાયુક્ત શુ છે? કાયદો શુ છે ? જસ્ટિસ મહેતા કોન છે ? જેવા અનેક સવાલોના જવાબથી બેખબર છે. ત્યારે આજે દિવ્ય ભાસ્કરે કોલેજમાં અભ્યાસ કરતા યુવાનોની મુલકાત લીધી હતી અને લોકાયુક્ત અંગે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જેમા દિવ્ય ભાસ્કરે કોલેજયનોને સવાલ કર્યો હતો કે લોકાયુક્ત શુ છે ? જસ્ટિસ આર. એન . મહેતા કોન છે ?
''આજે છાપામાં લોકાયુક્તનુ વાચ્યુ છે. પણ આ લોકાયુક્ત શુ છે તે જાણાતા નથી તેમજ આ મહેતાને પણ ઓળખતા નથી - ચંદ્રેશ બોરખતરીયા’’
''લોકાયુક્તની માહિ‌તી નથી અને આર. અને .મહેતાનુ નામ પણ સાંભળ્યુ નથી - રામભાઇ ચાવડા’’
''મને તો રાજકારણમાં રસ જ નથી હશે કાંઇ - ભવાન કેવડીયા’’
''લોકાયુક્તની વિષે હુ જાણતો નથી પછી મહેતાની શુ ખબર હોય ? - બ્રિજેશ પાડલીયા’’
''લોકાયુક્ત ? નામ જ પહેલી વખત સાંભળ્યુ છે - લલીત ડેર’’
''લોકાયુક્ત કાયદો છે. જેમા ગ્રામપંચાયતનાં સરપંચ થી લઇને ધારાસભ્યની ગ્રાન્ટનો હિ‌સાબ દેવાનો હોય છે. પરંતુ આ આર.અને . મહેતાને ઓળખતા નથી - ભરતભાઇ ડાંગર’’