ગરમીમાં મહદઅંશે રાહત ૩૯.૬ ડિગ્રી તાપમાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ શહેરમાં છેલ્લા ૩-૪ દિવસથી ગરમીનો પારો ૪૧ ડિગ્રીને આંબી ગયો હતો. ત્યારે આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી નોંધાતા લોકોએ થોડીક રાહત અનુભવી હતી. આજે શહેરનું મહત્તમ તાપમાન ૩૯.૬ ડિગ્રી નોંધાયું હતું. જો કે તાપમાનમાં ફેરફાર થતાં પણ છેલ્લા થોડા દિવસની જેમ જ લોકો બપોરનાં સમયે ઘરની બહાર જવાનું ટાળ્યું હતું. બપોરનાં ૧ થી ૪ વાગા સુધી શહેરનાં મુખ્ય માર્ગો જેવ કે કાળવાચોક, મોતીબાગ રોડ, જયશ્રીરોડ, ઝાંઝરડારોડ વગેરે સુમસામ બની ગયા હતા. તો વળી લગ્નની સીઝન હોવાથી બજારમાં પણ બપોરથી સાંજ સુધી લોકોની ચહેલપહેલ જોવા મળી ન હતી.

ગરમીનાં કારણે શહેરીજનો અને આજુબાજુનાં વિસ્તારમાંથી ખરીદી કરવા આવતા લોકો મોડી સાંજે બજારોમાં આવતા જોવા મળ્યા હતા. અઠવાડીયા પહેલા જૂનાગઢ સહિ‌ત સમગ્ર રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ર્ટબન્સનાં પગલે વાતાવરણમાં અચાનક પલ્ટો આવી ગયો હતો.

અહેવાલની વધુ વિગત વાંચવા ફોટો બદલો.......