તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Junagadh Delavadani Hope A Train, A Committee Meeting To Discuss

જુનાગઢ-દેલવાડાની વધુ એક ટ્રેનની આશા, કમિટીની બેઠકમાં ચર્ચા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- જુનાગઢ-દેલવાડા વચ્ચે માત્ર એક જ ટ્રેન દોડતી હોઈ સર્વે બાદ કાર્યવાહી
- જુનાગઢ રેલવે કન્સલ્ટેટીવ કમિટીની બેઠકમાં પ્રશ્નો ચર્ચાયા


જૂનાગઢ રેલ્વે સ્ટેશનમાં આજે મળેલી કન્સલ્ટેટીવ કમિટીની બેઠકમાં સ્થાનિક સદસ્યોએ રજૂ કરેલા જૂનાગઢ તેમજ જિલ્લામાં રેલ્વે સુવિધાને લગતા પ્રશ્નોની ચર્ચાને અંતે જુનાગઢ-દેલવાડા વચ્ચે માત્ર એક જ ટ્રેન ચાલતી હોય જેના ટ્રાફિકને લઈને નવી ટ્રેનની માંગણીમાં આ મુદ્દે સર્વે થતુ હોવાનું અને આ સર્વે બાદ નવી ટ્રેન શરૂ થાય તેવી ખાતરી રેલ્વેનાં આસિ.કોર્મોશીયલ મેનેજર દ્વારા અપાતા એક વધુ ટ્રેનની આશા બંધાઈ છે.

જૂનાગઢ રેલ્વે સ્ટેશનમાં આજે આસી.કોર્મોશીયલ મેનેજર અસલમ શેખની ઉપસ્થિતીમાં જૂનાગઢ રેલ્વે સ્ટેશન કન્સલ્ટેટીવ કમિટીની બેઠક મળી હતી. જેમાં વિવિધ ૪૧ જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત સ્થાનિક સદસ્યોએ રેલ્વે સ્ટેશનનાં રીઝર્વેશન કાઉન્ટર પર સીસીટીવી કેમેરા ફીટ કરવા કરેલી રજૂઆતમાં કોર્મોશીયલ મેનેજરે જણાવ્યું હતું કે, રેલ્વે તંત્ર દ્વારા અહીં ઇન્ટરનેટ સર્વેલન્શ સિસ્ટમ મુજબ કેમેરા ફીટ થશે. જેથી અહીની કામગીરી ભાવનગર કે અન્ય વડી ઓફિસમાં પણ જોવા મળશે.

એટલું જ નહીં આ ઇન્ટરનેટ સિસ્ટમનાં કેમેરાથી રીઝર્વેશનમાં કતાર છે કે નહી તે પણ દ્રશ્ય સાથે નિહાળી શકશે જે ખૂબ જ સુગમતારૂપ બનશે. આ ઉપરાંત જૂનાગઢ રેલ્વે સ્ટેશનમાં ૨ અને ૩ જોઇન્ટ છે તેમાં મોટું છાપરાની સુવિધા આપવા, બેસવાના વધુ બાકડા, પંખા સહિતની સુવિધા વધારવા, આજની આ કમિટીમાં જૂનાગઢ રેલ્વે સ્ટેશન કન્સલ્ટેટીવ કમિટીનાં સદસ્ય પ્રદિપભાઇ ખિમાણી, ગીરીશભાઇ નથવાણી, નિર્ભય પુરોહિત, શૈલેષ દવે, સંજય મણવર, જયેશ ખાણીયા, પુનિત શર્મા, અતુલ રાવલ, હસમુખ ખેરાળા, ચંપાબેન કનારા સહિતનાં હાજર રહ્યા હતા.

- પ્લેટ ફોર્મની તકલીફમાં દિવ્ય ભાસ્કર ચમકર્યું

જુનાગઢ ખાતે આજની આ બેઠકમાં લાંબા અંતરની ટ્રેન પ્લેટ ફોર્મ નં.૨ પર ઉભતી હોય જેથી વૃદ્ધ અને અશકતોને તકલીફ પડતી હોય અને તાજેતરમાં દિવ્ય ભાસ્કરે આ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હોવાનું પણ રજુ કરતા આસીસ્ટન્ટ કોમર્શીયલ મેનેજર અસલમ શેખે આ સમસ્યા જાણી આ માટે બે મહિનાની અંદર આ અગવડ દૂર થાય તેવી રીતે પ્લેટ ફોર્મ -૨ પર કામગીરી ચાલુ હોવાનું જણાવ્યું હતું.

- રાજકોટ સુધી સીટિંગ ચાર્જ ભરી મુસાફર બેસી શકશે

વેરાવળ-મુંબઇની લીંક ટ્રેનમાં માત્ર સ્લીપીંગ ટીકીટવાળા મુસાફરો બેસી શકતા તેને બદલે પાંચ ડબ્બામાંથી એસ-૭, એસ-૮ માં રાજકોટ સુધીની ટીકીટ લેવાની અને આ મુસાફર ડબ્બામાં પ્રવેશે એટલે ગાર્ડ દ્વારા રૂ.૧૫ સીટિંગ ચાર્જ લઇ અને સીટ નંબર આપશે આ વ્યવસ્થાથી ભરચક ટ્રેનમાં રૂ. ૧૫ ભરી બેસવાની સુવિધા મળી શકશે.