• Gujarati News
  • Collector Clean The Road Of Gandhi Chock In Junagadh The India Cleaning Campaign

જૂનાગઢ: કલેકટરે ઉપાડ્યું ઝાડું, ગાંધીચોકમાં કર્યું સ્વચ્છતા અભિયાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: સફાઈ કરી રહેલા કલેકટર અને આર.એ.એફ અમદાવાદના જવાનો)
- હાથમાં બંદુકનાં બદલે સાવરણો-કચરા ટોપલી લઇને જૂનાગઢને ક્લીન જૂનાગઢ બનાવવા સહભાગી બનતા આર.એ.એફ અમદાવાદના જવાનો
- ગાંધીચોકમાં હાથમાં ઝાડુ લઇ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ નગરજનોને પ્રેરણા પુરી પાડતા જૂનાગઢ કલેકટર આલોકકુમાર
જૂનાગઢ: મારૂ ગામ સ્વચ્છ ગામનો નાદ હવે ગામે ગામ ગુંજતો થયો છે. શાળા કોલેજ અને સ્વયંસેવી સંસ્થાઓની લોક જાગૃતિનાં કારણે હવે લોકો સ્વચ્છતાનું મહત્વ સમજતા થયા છે. સ્વચ્છતા ઝુંબેશની લોકજાગૃતિમાં અમદાવાદની રેપીડ એક્શન ફોર્સની ૫૦ અધિકારીઓ સાથેની ટીમ જૂનાગઢ જિલ્લાનાં અભ્યાસ પ્રવાસે આવી હોય ત્યારે કેમ પાછળ રહે? લોકોની સલામતીની ખેવનાં કરતાં ફોર્સનાં જવાનોનાં હાથમાં સામાન્ય રીતે બંદુક હોય એવી લોકમાનસે છાપ આજે જૂનાગઢનાં ગાંધી ચોક સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાં સમીપે બદલાયેલી જોવા મળી હતી.
આર.પી.એફનાં જવાનો બંદુકનાં બદલે હાથમાં સાવરણી, કચરા ટોપલી સાથે શહેરની સ્વચ્છતાનાં કામમાં પોતાનું યોગદાન આપતા જોવા મળ્યા હતા. સ્વુચ્છતા અભિયાનમાં જૂનાગઢનાં કલેકટરશ્રી આલોકકુમાર પણ આર.એ.એફનાં જવાનો સાથે હાથમાં ઝાડુ લઇને શહેરની સ્વચ્છતામાં પોતાની જાતને જોડીને નગરવાસીઓ માટે પ્રેરણા પુરી પાડી હતી. આજે સવારે ૭ વાગે શહેરના ગાંધીચોકમાં ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત બી.૧૦૦-આર.એ.એફ વસ્ત્રાલ અમદાવાદના જવાનો ઉપરાંત નાયબ અધિક્ષકશ્રી વાઘેલાની સાથે જૂનાગઢ પોલીસનાં જવાનો, સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને જૂનાગઢની બજારને સ્વચ્છ બનાવવા જહેમત ઉઠાવતા જોવા મળ્યા હતા.
આગળ ક્લિક કરો અને જુઓ સ્વચ્છતા અભિયાનની વધુ તસવીરો...
(તમામ તસવીરો: સરમણ રામ, જૂનાગઢ)