તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્નાવડામાં મધમાખીનાં ઝુંડનો આતંક : ૨ મહિ‌લા સહિ‌ત ૪ને અસર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચારેયને સારવાર માટે ખસેડાયા : વેદના અસહ્ય બની’તી

સુત્રાપાડનાં પ્રશ્નવડા ગામે દિવાળીનાં દિવસે ખેતરમાં મધમાખીનાં ઝુંડે આતંક સર્જતા ખેડૂત પરિવારનાં ચાર લોકોને મધમાખીના ડંખની અસર થતાં સારવાર માટે ખસેડવા પડયાં હતાં.

પ્રશ્નાવડામાં મસરીભાઇની વાડીની બાજુમાં આવેલ દિલીપભાઇ ભીખાભાઇ જાદવ તેમના ઘરના સભ્યો દિવાળીનાં દિવસે મગફળી વિણવાનું કામ કરતા હતા. આ સમયે મોટું ઝેરી મધમાંખીનું ઝુંડ અચાનક ઉડતા ખેતરમાં કામ કરતા દિલીપમાઇ ભીખાભાઇ, સવિતાબેન દિલીપભાઇ, કુસુમબેન અરસીભાઇ તથા કિશોરભાઇ રણધીરભાઇને ઉપર આ ઝેરી મધમાખીઓએ હૂમલો કરતા ભારે દોડધામ મચી ગઇ હતી. જયારે આ તમામને આ ખાનગી તબીબ પાસે સારવાર માટે ખસેડાયા હતાં. આ ચારેયને ભારે વેદના સહન કરવી પડી હતી. જેમાં એક સમયે તો ધુળમાં લોટવું અને પાણીની કુંડીમાં પણ પડવું પડયું હતું અંતે મોટી ધુંવાડ કરી ત્યારે મધમાખીઓ ભાગી હતી.

આગળ જુઓ વધુ તસવીરો