માણાવદરનાં સુલતાનાબાદ પાસે ટ્રકે હોમગાર્ડ જવાનને ઉડાવ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બેફામ ડ્રાઇવીંગ |મોડી સાંજે બાઇક પર જઇ રહ્યો હતો
- ગંભીર ઇજાઓ થતાં રાજકોટ રીફર કરાયો

માણાવદર: માણાવદરનાં સુલતાનાબાદ પાસે આજે મોડી સાંજનાં અરસામાં ટ્રકે બાઇક ચાલક હોમગાર્ડ જવાનને હડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડતા સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ માણાવદરનાં સુલતાનાબાદ પાસેથી આજે મોડી સાંજે બાઇક ચાલક હોમગાર્ડ જવાન બટુકસિંહ રામસિંહ જાડેજા (ઉ.વ.30) પસાર થઇ રહયો હતો ત્યારે ટ્રક નં.જીજે-12-યુ-7052નાં ચાલકે ગફલતભર્યુ ડ્રાઇવીંગ કરી તેની બાઇકને ઉડાવતા બટુકસિંહ રોડ પર ફંગોળાઇ જતાં માથા અને પગનાં ભાગે ગંભીર ઇજા પહોંચતા 108 મારફત પ્રથમ માણાવદર હોસ્પિટલ ત્યાંથી જૂનાગઢ બાદમાં રાજકોટ રીફર કરાયો હતો. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.