સોનીઓમાં ફફડાટ, વેરાવળ-જૂનાગઢમાં ૯ લાખનાં સોનાની ઉઠાંતરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વેરાવળ-જૂનાગઢમાં ૯ લાખનાં સોનાની ઉઠાંતરી

- જ્વેલર્સમાં ફફડાટ : સોરઠનાં બંને નગરોમાં કલાકોનાં અંતરમાં ગઠીયાઓ માલ લઈ છુ અને પોલીસ ઉંઘતી ઝડપાઈ
-
વેરાવળમાં પૂજન જ્વેલર્સ અને જૂનાગઢમાં ઓમ જવેલર્સને નિશાન બનાવ્યું

સોરઠનાં બે જિલ્લાનાં મુખ્ય મથક એવા જૂનાગઢ અને વેરાવળમાં આજે જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને પહોચેલા ગઠીયાઓએ ધોળે દહાડે કરામત કરી સોનુંના ટૂકડા, બિસ્કીટ સહિ‌તની ઉઠાંતરી કરી પલાયન થઈ જવાની ઘટનાથી પોલીસ તંત્રની નિષ્ક્રીયતા બહાર આવી છે. જ્યારે બંને નગરોમાં કલાકોનાં અંતરે બનેલી આ ઘટનાથી જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં જવેલર્સોમાં ભારે ફફડાટનો માહોલ છવાયો છે. જો કે, વેરાવળમાં સીસીટીવી કુટેજનાં આધારે નાસી છૂટેલા આ ગઠીયાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે. જ્યારે વેરાવળમાં સોનાની ચોરીનાં બનાવને અંજામ આપી જૂનાગઢમાં પણ ગ્રાહકનાં શ્વાંગમાં પહોંચી એક જ દિવસમાં બંને નગરમાંથી ૮,૮૧,૩પ૦નું સોનું ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા.

વેરાવળ : વેરાવળ ખાતે બનેલા આ બનાવની પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, વેરાવળનાં ડાભોર રોડ ઉપર આવેલી શ્રીપાલ ચોકડી પાસે રહેતા સોની નંદકિશોર સેવંતીલાલ ધોળકીયાની સોની બજારમાં આવેલી મહાલક્ષ્મી મંદિરની બાજુમાં પૂજન જવેલર્સ નામની દુકાને આજે સવારે સવા દસ વાગ્યાના અરસામાં બે અજાણ્યા શખ્સોમાં એક ઉ.વ. આશરે ૪૦ તથા બીજો ૩૦ વર્ષનો ગ્રાહક બની આવ્યા હતા. અને દુકાનદાર નંદકિશોરને માતાજીનો ચાંદલો ખરીદવાનો છે. અને તે ચાંદલો દુકાનમાં રહેલા અન્ય સોના-ચાંદીના દાગીનાને અડાડીને આપવાનું જણાવતાં નંદકિશોરભાઇ દુકાનમાં રહેલી અન્ય સોનાની વસ્તુઓને અડાડી રહ્યા હતા.

એ વખતે દુકાનનાં ગલ્લામાં પડેલા કાચા માલનું સોનાનું અંદાજે ૧પ૦ ગ્રામનું પડીકું જોઇ લીધું હતું. અને આ પડીકું દુકાનદારની નજર ચૂકવી બંને અજાણ્યા શખ્સો પૈકીનાં એકે ઉઠાવી લઇ દુકાનમાંથી બહાર નિકળી લાલ કલરની નંબર પ્લેટ વગરની પલ્સર મોટર સાયકલમાં નાસી છૂટયા હતા. દુકાનદારને આ અંગેની જાણ થતાં દુકાનની બહાર નિકળી પાછળ દોટ મૂકી હતી. પરંતુ બંને મોટર સાયકલ ઉપર પલાયન થઇ ગયા હતા. ઉપરોકત બનાવની જાણ પોલીસમાં કરાતાં એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસઓજીનાં પીઆઇ મનિષ ઠાકર, એલસીબી, ડી-સ્ટાફ, ડીવાયએસપી રાઠવા, સીટી પીઆઇ લીંબડ સહિ‌તનો સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો. અને દુકાનદાર પાસેથી બનાવની વિગતો મેળવી દુકાનનાં સીસી ટીવી કેમેરાના ફૂટેજનાં આધારે બંનેને ઝડપી લેવા નાકાબંધી કરી છે. આ અંગે વેપારીની ફરિયાદનાં આધારે અજાણ્યા બે ઇસમો વિરૂદ્ધ સોનાનો છોલ ૧પ૦ ગ્રામ કિં.રૂા.૩,૭પ,૦૦૦ નું નજર ચૂકવી ઉઠાવી ગયા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આગળ વાંચો વધુ વિગત