યુવતીનું દોઢમાસથી અપહરણ છતા પોલીસ નિષ્ક્રિય

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- યુવતીનાં અપહરણમાં પોલીસ ઢીલી
-
નિષ્ક્રીયતા : મેંદરડાનાં ઝીઝુંડામાં સરપંચનો જ ભત્રીજા સામે ગુનો પણ તપાસમાં વિલંબ
-
નાની ખોડીયારનો કિસ્સો જગજાહેર છે ત્યારે યુવતીનાં પરિવારજનો ફફડી રહયાં છે
- ફરિયાદ નોંધાવ્યાનાં દોઢ માસ પછી પણ કોઇ સગડ નહીં


મેંદરડા તાલુકાનાં ઝીંઝુડા ગામે સરપંચનાં ભત્રીજાએ ગામની જ યુવતીનું અપહરણ કર્યુ હોય અને આ મુદ્દે દોઢ માસ પૂર્વે યુવતીનાં વ્યથિત પિતાએ સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઇ સગડ ન મળતાં રાજકીય ઓથ નીચે પોલીસ પણ વામણી પડતી હોય તેવું ચર્ચાય છે. જયારે યુવતીનાં પિતાએ એસપી સુધી રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન થતાં તાલુકાનાં નાની ખોડીયાર ગામે પ્રેમપ્રકરણમાં યુવતીનો ભોગ લેવાયાનો બનાવ જગજાહેર છે ત્યારે દોઢ માસ પછી પણ યુવતીનાં સગડ ન મળતાં પરિવારજનો ફફડી રહયાં છે.

આ બનાવ અંગે મળતી માહિ‌તી મુજબ ઝીંઝુડા ગામનાં મોમના નિજારભાઇ નાથાભાઇ કોટડીયાની પુત્રી રીઝવાના (ઉ.વ.૧૮) ઘરે એકલી હતી અને પિતા અને માતા ચિત્રાવડ ગયા હતાં તે અરસામાં ગામનાં જ રણજીત મનસુખ ગરસાણીયા લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાનો બનાવ બન્યો હતો.આ બનાવ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેમાં યુવતીનાં પિતાએ જણાવ્યું હતું કે ઘરમાંથી કપડા, ત્રણ તોલાનો સોનાનો ચેન, પેન્ડલ સેટ, સોનાની વીંટી, રોકડ રૂા.પ હજાર લઇ રણજીત ઉપાડી ગયાનું જાણવા મળતાં દોઢ માસ પૂર્વે પોલીસને જાણ કરી હોવા છતાં રાજકીય ઓથ હેઠળ તપાસ ન થતી હોવાના આક્ષેપ સાથે ગત તા.૬ ફેબ્રુઆરીનાં રોજ એસપીને લેખિત અરજી આપતાં પોલીસે વિગતવાર ફરીયાદ પણ લીધી હતી.

આગળ વાંચો વધુ વિગત