તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનરાજી ખીલી ઉઠી, ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉનાળામાં ખાવા દોડતા ડુંગરાઓ રળિયામણા બન્યા : જોતજોતામાં જંગલ બન્યું ગાઢ

હજુ એક માસ પહેલા જ જે ડુંગરાઓ સુખાભઠ્ઠ હતા અને ઉનાળાના તાપમાં ધખતા હતાં. તે જ ડુંગરાઓ મેહુલીયાના આગમન સાથે જાણે નંદનવન બન્યા છે. લીલીછમ્મ હરીયાળીએ લોકોનું મન મોહી લેવાનું કામ કર્યું છે. ગીરનું જંગલ અને ગીરકાંઠો સોળેકળાએ ખીલ્યો છે. અહિંની લીલોતરી આંખોને ઠંડક આપી રહી છે. કારણ કે વનરાજી ખીલી ઉઠી છે.

ગીરનું જંગલ ચોમાસુ આવતા જ લીલીછમ્મ ચાદર ઓઢી લે છે. ઉનાળામાં આ જંગલ પાંખુ બની જાય છે કારણ કે અહિંના ઝાડ-વેલાઓ સુકા હવામાનમાં મૃત જેવી અવસ્થામાં પહોંચી જાય છે. ઘાસના તણખલાનું તો જાણે નામોનીશાન રહેતુ નથી. ઉનાળાની આગમાં જંગલ ખુબ જ તપે છે. અહિંના ડુંગરઓ પણ જાણે ખાવા દોડે છે. ઝાડના ઠુંઠાઓને સાચવતા આ ડુંગરા સુકાભઠ્ઠ લાગે છે. પરંતુ વરસાદનુ આગમન થતા જ ચિત્ર સમુળગુ બદલાઇ જાય છે.

આગળ વાંચો : હવે ઝરણાંઓ ચાર ચાંદ લગાવશે